રાષ્ટ્રીય પ્રતિકોનું અપમાન થવા દેવામાં નહિ આવે: સરકાર

નવી દિલ્હી: સરકારે આજે લોકસભામાં જણાવ્યું કે રાષ્ટ્રીય પ્રતિકોના અપમાન બાબતે તરત કાર્યવાહી કરવામાં આવે છે. દેશનો દ્રઢસંકલ્પ છે કે રાષ્ટ્રીય પ્રતિકોનું અપમાન થવા દેવામાં આવશે નહીં. વિદેશ રાજ્યમંત્રી એમ જે અકબરએ આજે જનક રામના પ્રશ્ર્નનો જવાબ આપતા જણાવ્યું કે ઓનલાઈન કંપની એમેઝોન દ્વારા ગત 11 જાન્યુઆરીએ તિરંગાના અપમાની ઘટના સામે આવી હતી સરકારે તત્કાલ કાર્યવાહી કરી હતી અને સકારાત્મક પરિણામો આવ્યા હતા.

આવી બાબતો માટે કોઈ આતંરરાષ્ટ્રીય કાયદો નથી

તેઓએ જાણાવ્યું કે આવી બાબતો માટે કોઈ આતંરરાષ્ટ્રીય કાયદો નથી, પરંતુ કંપનીએ પોતાની ભુલને સ્વીકારી હતી અને એમેઝોનના કંટ્રી હેડ દ્વારા વિદેશ મંત્રાલયને માફીનામું મોકલવામાં આવ્યું છે અકબરે જણાવ્યું કે એમેઝોનએ આ ધટના બાદ એક સોફ્ટવેર પણ બનાવ્યું છે જે આવી બાબતો પર નજર રાખે તેથી તેનો દુરઉપયોગ ના થાય

દ્રઢસંકલ્પ છે કે રાષ્ટ્રીય પ્રતિકોનું અપમાન થવા નહિ દેવામાં આવે

તેઓએ જણાવ્યું કે ‘ દેશ અને સદનનો દ્રઢ સંકલ્પ છે કે રાષ્ટ્રીય પ્રતિકોનું અપમાન નહિ કરવા દેવામાં આવે ‘છતીસગઢથી દુર્ગના સાસંદ તામ્રધ્વજ સાહુએ જણાવ્યું કે સ્વછતા મિશન અંતર્ગત કચરા પેટીમાં મહાત્મા ગાંઘીનો ફોટો હોવાની બાબત જણાવી તો મંત્રીએ પોતાની વાત ફરીથી ઉચ્ચારી કે દરેક જગ્યાએ કાયદાનું પાલન કરવામાં આવી રહ્યુ છે.

You might also like