‘વિજળી પર સરકારના દાવા કરતા પણ વધારે સારું કામ’: વિશ્વ બેંક

દેશના તમામ ગામો સુધી વિજળી પહોંડવાનો દાવો કરતી મોદી સરકારને વિશ્વ બેંક તરફથી મોટી શાબાશી મળી છે. વિશ્વ બેંકે કહ્યુ કે, ભારતે વિદ્યુતીકરણના ક્ષેત્રમાં ‘સારુ કામ’ કર્યુ છે અને દેશની 80% સુધીની વસ્તી સુધી વિજળી પહોંચાડી દીધી છે. આ સપ્તાહમાં જારી કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, 2010-2016ની વચ્ચે ભારતે પ્રતિવર્ષ 3 કરોડ લોકોને વિજળી ઉપલબ્ધ કરાવી છે, જેમાં ત્યાં સુધી કહેવામાં આવ્યુ છે કે, વિજળી પરનું કામ સરકારના દાવા કરતા પણ સારું થયું છે.

વિશ્વ બેંકની લીડ એનર્જી ઇકૉનમિસ્ટ વિવિયન ફોસ્ટરે કહ્યુ કે,ભારતમાં 85% વસ્તી સુધી વીજળી પહોંચી ચૂકી છે. તેમણે એમ પણ કહ્યું કે, આ આંકડો ભારત સરકારના દાવા કરતા મોટો છે. તેમણે કહ્યું કે, ભારત તમને આશ્ચર્યમાં મૂકી શકે છે, સરકાર હજુ 80% ઘરો સુધી જ વીજળી પહોંચાડવાની વાત કરી રહી છે. ફોસ્ટરે કહ્યું છે કે, સમગ્ર દુનિયાના વિદ્યુતીકરણના 2030ના લક્ષ્ય સુધી ભારત બાકીની વસ્તી સુધી પણ વીજળી પહોંચાડવામાં સફળ રહેશે.જોકે રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યુ છે કે, બાંગ્લાદેશ અને કેન્યા વિદ્યુતીકરણની ઝડપમાં ભારતની સરખામણી ઘણાં આગળ છે.

આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે એક સપ્તાહ પહેલા PM મોદીએ સમગ્ર દેશના તમામ ગામડામાં વિદ્યુતીકરણની જાહેરાત કરી હતી. ગામડાં સુધી વીજળી પહોંચાડ્યા બાદ હવે સરકાર દરેક ઘર સુધી વીજળી પહોંચાડી રહી છે, અને સૌભાગ્ય યોજના હેઠળ ગરીબ પરિવારોને મફતમાં વીજળી કનેક્શન અપાઈ રહ્યું છે. સરકારનો દાવો છે કે, ડિસેમ્બર 2018 સુધીમાં દેશના તમામ ઘરો સુધી વીજળી પહોંચાડી દેવાશે.

You might also like