હુમલાનો જવાબ આપવામાં ગોળીઓની ગણતરી નહીં કરે ભારત: રાજનાથ સિંહ

જેસલમેર: ગૃહ મંત્રી રાજનાથ સિંહે શનિવારે ભારત પાકિસ્તાનની સીમા પર બાડમેરના મુનાબાવ સીમા ચોકી પર સીમા સુરક્ષાદળના જવાનોને સંબોધિત કરતાં પાકિસ્તાનને ચેતાવણી આપી કે ભારત કોઇ દિવસ કોઇની પર આક્રમણ કરતો નથી. ભારતની કોઇ દિવસ એવી નિતી રહી નથી કે તે બીજાની જમીન પર કબ્જો કરે. અમારી તરફ કોઇ ખરાબ નજર નાંખશે અને અમારી પર આક્રમણ કરશે તો અમારા સૈનિક ટ્રિગર પર આંગળી મૂકી દે છે. અમે પછી બંદૂકમાંથી નિકળેલી ગોળીઓની ગણતરી કરીશું નહીં.

ગઈ કાલે દક્ષિણ કાશ્મીરના પુલવામાં જીલ્લામાં કેટલાક શંકાસ્પદ આતંકીઓ પોલીસ ચોકી પરથી રાઈફલ ચોરીને ફરાર થઇ ગયા હતા. ભારત તરફથી કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઈક પછી પણ પાકિસ્તાનની બાજુથી ઘૂસણખોરી રોકાવાની કોઈ શક્યતાઓ જોવા મળી નથી રહી. પાકિસ્તાને મોકલેલા આતંકીઓ રોજ રોજ ભારતમાં હુમલા કરતા રહે છે. જેના કારણે ગૃહ પ્રધાને પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું છે કે હવે જો હુમલો થશે તો અમે ગોળીઓ નહિ ગણીએ, સરહદનું રક્ષણ કરવાની જવાબદારી બોર્ડર સિક્યુરીટી ફોર્સ એટલે કે BSFની છે. ગૃહ પ્રધાન રાજનાથ સિંહે સરહદી સુરક્ષા વધુ મજબુત કરાવા માટે પુરા બે દિવસ રાજસ્થાન સરહદ પર રોકાયા હતા. પાકિસ્તાન સાથેની સરહદને ઇઝરાયેલ ફિલીસ્તાન જેવી લોખંડી બનાવવા માટે હજુ રાજનાથસિહે ઘણા અગત્યના કામ કરવા પડશે.

આ માટે BSF ના એક જવાન સાથે સીધી જ વાત કરતા તેઓએ ખુબ જ સાદગી થી મુશ્કેલીઓ જણાવી હતી. ઘણી બધી મુશ્કેલીઓ પછી પણ સૈનિકોનો જુસ્સો જોઈ રાજનાથસિંહે પણ તેઓને સલામ કરવી પડી હતી. આ જુસ્સાને જોતા રાજનાથ સિંહે પણ પાકિસ્તાનને કડક ચેતવણી પણ આપી દીધી. સર્જીકલ સ્ટ્રાઈક પછી રાજનાથ સિંહે કહ્યું કે હવે જો હુમલો થશે તો ગોળીઓ ગણવામાં નહિ આવે.

જો કે ભારત હકીકતમાં ગોળીઓ નહિ પરંતુ પાકિસ્તાની આતંકીઓની લાશો ગણી રહ્યું છે. સર્જીકલ સ્ટ્રાઈક પછી પણ પાકિસ્તાની આતંકીઓ તરફથી હુમલાઓ ચાલુ રહ્યા છે. બારામુલા, નૌગામ, શોપિયામાં થયેલા હુમલામાં નિષ્ફળ થયેલા આતંકીઓ પાકિસ્તાન જઈ શકયા નથી.

You might also like