ભારતે પાકિસ્તાન સમક્ષ દાઉદને પરત કરવાની કરી માંગ

નવી દિલ્હીઃ ભારતે સંયુક્ત રાષ્ટ્રની એક સમિતિ દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકવાદી દાઉદ ઇબ્રાહિમના પાકિસ્તાનના નિવાસ્થાન અંગેની પુષ્ટિ અંગેના રિપોર્ટની સત્યતાના આધારે દાઉદની માંગ કરી છે. ભારતે પાકિસ્તાનને કહ્યું છે કે તેઓ દાઉદને ભારતના હવાલે કરી દે. અંડરવર્લ્ડ ડોન અને તેના નિવાસ્થાન અંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 સમિતિ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી માહિતી અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે 1267 સમિતિની ટીમ દ્વારા નિયમિત અધ્યયન બાદ દાઉદના નિવાસ્થાન અંગે જે માહિતી પ્રાપ્ત થઇ છે. તેના ચાર પાસા છે.

તેમણે કહ્યું છે કે દાઉદ આંતરરાષ્ટ્રી આતંકવાદિઓની યાદીમાં આવે છે. સમિતિ તેના પાકિસ્તાની પાસપોર્ટને માન્ય દસ્તાવેજ માને છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ એ વાતની પુષ્ટી કરી છે કે તે પાકિસ્તાનમાં રહે છે. ત્યાં તેની સંપત્તિ પણ છે. સાથે તેના પિતા, પત્ની અને સાથિયોના નામ અંગે પણ સંયુક્ત રાષ્ટ્ર પાસે પુરતી માહિતી છે અને તે સતત નજર રાખી રહ્યું છે.

સ્વરૂપે આ અંગે કહ્યું છે કે ભારતે સતત પાકિસ્તાનને કહ્યું છે કે તે વૈશ્વિક આંતકવાદીને સોંપી દે જેને તેમણે ઘણા લાંબા સમયથી ત્યાં રહેવા દીધો છે. આ આતંકવાદી પર તેના તમામ આપરાધો માટે કાયદાકિય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે આશા વ્યક્ત કરી છે કે પાકિસ્તાન આ તમામ મુદ્દાઓ પર આંતરરાષ્ટ્રીય સમુદાયના વિચારોને ધ્યાનમાં રાખે અને ચોક્કસ નિર્ણયલે.

You might also like