પાક. ખાતેનાં ભારતનાં ડિપ્લોમેટિક બાળકોને શાળાએ નહી મોકલવા આદેશ

નવી દિલ્હી : ભારતે ઇસ્લામાબાદ ખાતે ભારતીય હાઇકમિશનનાં માટે નો સ્કૂલ ગોઇંગ મિશન ચાલુ કરતા પોતાનાં ડિપ્લોમેટિક સ્ટાફને કહ્યું કે તે શાળા જઇ રહેલા બાળકોને ભારત પરત મોકલે. તેની જાણકારી સોમવારે એક ટીવી અહેવાલથી પ્રાપ્ત થઇ હતી. રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકારે આ નિર્ણયથી પાકિસ્તાનની શાળાઓમાં ભણી હેલા 50થી વધારે ભારતીય વિદ્યાર્થીઓની કારકિર્દ પર અસર પડશે.

ભારત સરકાર પાકિસ્તાનની શાળામાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા મુદ્દે ચિંતિત છે. સાથે જ ભારત પાકિસ્તાનમાં પોતાનાં ડિપ્લોમેટિક મિશનનાં સ્ટાફને ઓછો કરવા માંગે છે. કાશ્મીરમાં હિજબુલ કમાન્ડર બુરહાન વાનીનાં એનકાઉન્ટરનાં મૃત્યુ બાદ કાશ્મીર પર પાકિસ્તાનની નિવેદનબાજીથી ભારત પાકિસ્તાનનાં સંબંધો વણસી રહ્યા છે.

ભારતનાં વિદેશ અને ગૃહમંત્રીએ પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તે ભારતનાં આંતરિક મુદ્દે હસ્તક્ષેપ ન કરે. કાશ્મીરમાં ચાલી રહેલ ધર્ષણ બાદ ભારતને પાકિસ્તાનમાં રહેલા પોતાનાં નાગરિકોની ચિંતા છે. સાથે જ પાકિસ્તાનની પેશાવર સ્કૂલમાં 2014માં થયેલા આતંકવાદી હૂમલો પણ વિચારવા મજબુર કરે છે. કારણ કે તે સમયે 148 વિદ્યાર્થીઓએ પોતાનાં જીવ ખોયા હતા. આ કારણે જ ભારતે પોતાનાં ડિપ્લોમેટિક સ્ટાફને પોતાનાં બાળકોનાં અભ્યાસ માટે ભારત પરત મોકલી દેવા માટે કહ્યું છે.

You might also like