ભારતને હવે બર્ડ ફલૂ મુકત રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું

નવી દિલ્હીઃ ભારતને બર્ડ ફલૂ એટલે કે એવિયન ઇન્ફલુએન્ઝા (એચ-પ એન વન અને એચ-પ, એન-૮ વિષાણુઓ)થી મુકત જાહેર કરવામાં આવેલ છે. કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોમાં નિરીક્ષણ બાદ બર્ડ ફલૂના વિષાણુઓ નહીં મળતાં ભારતને બર્ડ ફલૂ મુકત દેશ જાહેર કર્યો છે. ઓકટોબર ર૦૧૬થી ફેબ્રુઆરી-ર૦૧૭ દરમિયાન નવ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બર્ડ ફલૂનો પ્રકોપ જોવા મળ્યો હતો.

કૃષિ મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે બર્ડ ફલૂ વિરુદ્ધ અભિયાન પૂરું થયા બાદ દેશમાં એ સ્થળોનું ઇન્સ્પેકશન કરવામાં આવશે જ્યાં અા મહામારી ફેલાઇ હતી. જેમાં દિલ્હી, દમણ, ગુજરાત, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, કેરળ, કર્ણાટક અને ઓરિસાનો સમાવેશ થતો હતો. નિરીક્ષણમાં કયાંય પણ બર્ડ ફલૂના ‌જીવાણુઓ જોવા મળ્યા નથી. સૌથી વધુ દિલ્હી, ગ્વાલિયર, રાજપુરા (પંજાબ) હિસ્સાર, બેલ્લારી, અલ્લપુઝા, કોટિયમ, અમદાવાદ, દમણ, ખોરધા અને અંગુલ બર્ડ ફલૂથી સૌથી વધુ પ્રભાવિત થયા હતા.

દેશમાં બર્ડ ફલૂ ફેલાયા બાદ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ હેલ્થને તેની સૂચના આપવામાં આવી હતી.
http://sambhaavnews.com/

You might also like