ત્રીજા દિવસના અંતે ભારતે 4 વિકેટનાં નુકસાને બનાવ્યા 319 રન

રાજકોટ : ભારત અને ઇંગલેન્ડ વિરુદ્ધની ત્રીજી ટેસ્ટનાં ત્રીજો દિવસ પુરો થયો હતો. જેમાં ભારતે 4 વિકેટનાં નુકસાને 319 રન બનાવ્યા હતા. કોહલી 26 રન પર નોટઆઉટ છે. જ્યારે વૃદ્ધીમાન સાહા પણ 0 રન પર નોટઆઉટ છે. મુરલી વિજય 301 બોલમાં 126 રન બનાવીને આદિલ રાશિદનો શિકાર બન્યો હતો. તો ચેતેશ્વર પુજારા 206 બોલમાં 124 રન બનાવીને બેન સ્ટોકનો શિકાર બન્યો હતો. જ્યારે ગૌતમ ગંભીર આ મેચમાં પણ નિષ્ફળ સાબિત થયો હતો અને 72 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો હતો.

નોંધનીય છે કે ચેતેશ્વર પુજારાનું રાજકોટનું સ્ટેડિયમ હોમ ગ્રાઉન્ડ ગણાવી શકાય. તેની સદીથી ભારતને તો ચોક્કસ ફાયદો થયો જ હતો પરંતુ રાજકોટવાસીઓ પણ ખીલી ઉઠ્યા હતા.

ભારત 319/4

બેટ્સમેન સ્ટેટસ R B 4’s 6’s SR
મુરલી વિજય બોલ. આદિલ રાશિદ 126 301 9 4 41.86
ગૌતમ ગંભીર lbw સ્ટુઅર્ટ બ્રોડ 29 72 4 0 40.28
ચેતેશ્વર પુજારા બોલ. બેન સ્ટોક્સ 124 206 17 0 60.19
વિરાટ કોહલી(C)* નોટ આઉટ 26 70 3 0 37.14
અમિત મિશ્રા બોલ. ઝફર અંસારી 0 2 0 0 0
વૃદ્ધિમાન સાહા (W)* નોટ આઉટ 0 0 0 0 0
રવિચંદ્રન અશ્વિન
રવિન્દ્ર જાડેજા
આંજિક્ય રહાણે
ઉમેશ યાદવ
મોહમ્મદ શામી

(તમામ માહિતી ત્રીજા દિવસના અંત સુધીની)

You might also like