Categories: Sports

ટીમ ઇન્ડિયાના નવા પાંચ પાંડવોની ખૂબીઓ

મુંબઈઃ ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ માટે પસંદ કરવામાં આવેલી ટીમમાં કેટલાક ખેલાડીઓની પસંદગી તો અપેક્ષા અનુસારની જ રહી, પરંતુ પસંદગીકારોએ કેટલાક ચોંકાવનારા નિર્ણય કર્યો અને ઘણા નવા ચહેરાને ટીમમાં સ્થાન આપી દીધું. આમાંનાં કેટલાંક નામ ચોંકાવનારાં એટલા માટે છે, કારણ કે હાર્દિક પંડ્યા, શ્રેયસ ઐયર જેવા દાવેદારોને નજરઅંદાજ કરીને સિલેક્ટર્સે એ ખેલાડીઓને તક આપી, જેઓ અંગે ક્યારેય કોઈ જ જાતની ચર્ચા પણ નહોતી થઈ. આવા ખેલાડીઓ પર એક નજર કરીએઃ

ફૈઝ ફઝલ
વન ડે ટીમમાં સામેલ કરાયેલો ૩૦ વર્ષીય ફૈઝ ફઝલ ટીમમાં સામેલ સૌથી ચોંકાવનારો ચહેરો છે. તેણે ટી-૨૦માં ૪૮ મેચમાં ૮૯૬ રન બનાવ્યા છે અને તેનો સર્વોચ્ચ સ્કોર ૬૬ રનનો રહ્યો છે. ફર્સ્ટ ક્લાસ કરિયર પર નજર કરીએ તો તેણે ૭૯ મેચમાં ૫૩૪૧ રન બનાવ્યા છે અને તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ ૨૦૦ રન રહ્યો છે. તેના નામે ૧૧ સદી અને ૨૭ અર્ધસદી નોંધાઈ છે. તે સેન્ટ્રલ ઝોન, રેલવે અને વિદર્ભ તરફથી ઘરેલુ ક્રિકેટમાં રમી ચૂક્યો છે, જ્યારે આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ ટીમનો હિસ્સો રહી ચૂક્યો છે. ફૈઝ ફઝલ ડાબોડી બેટ્સમેન અને જમણેરી બોલર છે.

શાર્દુલ ઠાકુર
મધ્યમ ગતિનો ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર મુંબઈ રણજી ટીમમાંથી રમે છે. તે આઇપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમે છે. શાર્દુલે આ વર્ષે ૧૧ રણજી ટ્રોફી મેચમાં ૪૧ વિકેટ ઝડપી હતી અને મુંબઈને ૪૧મી વાર ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

જયંત યાદવ
જમણેરી ઓફ બ્રેક બોલર જયંત યાદવે ૨૦૧૧માં હરિયાણા રણજી ટીમ તરફથી પોતાની ફર્સ્ટ ક્લાસ કરિયરની શરૂઆત કરી હતી. તે પાછલી ઘણી સિઝનથી સારું પ્રદર્શન કરી રહ્યો છે. જયંતે ૨૦૧૪-૧૫ની સિઝનમાં ૩૨.૨ રનના સ્ટ્રાઇક રેટથી ૩૩ વિકેટ ઝડપીને પસંદગીકારોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. આ પ્રદર્શનને કારણે જ તેને લિસ્ટ-એ મેચો માટે ઇન્ડિયા-એ ટીમમાં સ્થાન મળ્યું હતું. જયંતે ગત રણજી સિઝનમાં ૨૧ વિકેટ ઝડપી હતી એટલું જ નહીં, તેણે કર્ણાટક વિરુદ્ધ બેટિંગમાં પણ પોતાનો જલવો દેખાડ્યો અને સેહવાગની સાથે ભાગીદારી નોંધાવતા શાનદાર સદી ફટકારી હતી. જયંત ટીમ ઇન્ડિયાના ઓફ સ્પિનર આર. અશ્વિનનો પ્રશંસક છે. તે સતત અશ્વિનના સંપર્કમાં રહે છે અને સમય સમયે તેની સલાહ લેતો રહે છે.

યુજવેન્દ્ર ચહલ
ટીમ ઇન્ડિયાની વન ડે અને ટી-૨૦ સ્ક્વોડમાં વધુ એક ચોંકાવનારું નામ ૨૫ વર્ષીય લેગબ્રેક બોલર યુજવેન્દ્ર ચહલનું છે. ચહલે આઇપીએલમાં આરસીબી તરફથી રમતા બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ચહલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની ૨૦ મેચમાં ૩૭ વિકેટ ઝડપી છે અને ટી-૨૦માં તેના નામે ૭૭ મેચમાં ૮૦ વિકેટ નોંધાયેલી છે. તે હરિયાણા તરફથી ઘરેલુ ક્રિકેટ રમે છે.

મનદીપસિંહ
પંજાબના જમણેરી બેટ્સમેન મનદીપસિંહનો ફર્સ્ટ ક્લાસ રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેણે ૫૭ મેચમાં ૩૬૯૯ રન જોડ્યા છે અને તેનો સર્વોચ્ચ સ્કોર ૨૩૫ રનનો રહ્યો છે. તેના નામે ૧૦ સદી અને ૧૬ અર્ધસદી નોંધાયેલી છે. ટી-૨૦ કરિયરની વાત કરીએ તો તે અત્યાર સુધીમાં ૯૯ મેચ રમ્યો છે, જેમાં તેના બેટમાંથી ૧૮૩૭ રન નીકળ્યા છે અને સ્ટ્રાઇક રેટ ૧૨૨.૭૯નો રહ્યો છે. આઇપીએલમાં મનદીપ હાલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી રમે છે. આ પહેલાં તે કિંગ્સ ઈલેવન પંજાબ અને કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી પણ રમી ચૂક્યો છે.

divyesh

Recent Posts

વાઇબ્રન્ટ સમિટઃ એક જ કલાકમાં ૮૦ હજાર કરોડના રોકાણની જાહેરાત

ગાંધીનગર: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થયો છે. આ…

21 hours ago

યુદ્ધ જ નથી થઈ રહ્યું તો સૈનિકો શહીદ કેમ થાય છે ?: ભાગવત

નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ ફરી એક વખત કેન્દ્રની મોદી સરકારને ચોતરફથી ઘેરવાનું શરૂ કર્યું છે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે…

21 hours ago

તમારો ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ હેક તો નથી થયો ને?

અમદાવાદ: ર૦૧૯ની શરૂઆતની સાથે જ સાયબર સિક્યોરિટી બ્રિચની એક મોટી ઘટના સામે આવી છે. સાયબર સિકયોરિટી રિસર્ચરના જણાવ્યા મુજબ બે…

22 hours ago

ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ઝોનની ગટર લાઈનની રૂ. 11 કરોડના ખર્ચે સફાઈ કરાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરના ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને અને દક્ષિણ ઝોનની ગટર લાઈનની રૂ. ૧૧ કરોડના ખર્ચે…

22 hours ago

22 વિભાગની ઓપીડી સાથે SVP હોસ્પિટલ દર્દીઓથી ધમધમતી થઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રૂ.૭પ૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલી સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલનું ગઇ કાલે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર…

22 hours ago

શહેરની ૬૦ ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન યોજના હેઠળ મફત સારવારની સુવિધા

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૧-૧૨માં હાથ ધરાયેલા સામાજિક, આર્થિક, સર્વેક્ષણ હેઠળ ગરીબ પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળી રહ્યો…

22 hours ago