ભારતીય ક્રિકેટ ફેન્સ માટે પહેલી વાર લોર્ડ્સમાં નિયમ બદલાયો

લંડનઃ ક્રિકેટનું મક્કા કહેવાતા લોર્ડ્સ મેદાન પર મહિલા વિશ્વકપની ફાઇનલના ઐતિહાસિક દિવસે ક્રિકેટની નિયામક સંસ્થા મેરિબોર્ન ક્રિકેટ ક્લબ (એમસીસી)એ પોતાના નિયમમાં ફેરફાર કર્યો. ક્રિકેટનું મક્કા કહેવાતા લોર્ડ્સ મેદાનમાં સામાન્ય રીતે ઢોલ અને ડ્રમ લઈ જવા અને વગાડવા પર પ્રતિબંધ છે, પરંતુ યજમાન ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ગઈ કાલે રમાયેલી આ મોટી મેચ માટે એમસીસીએ નિયમોમાં ફેરફાર કર્યો અને ભારતીય ચાહકોને ઢોલ લઈ જવાની મંજૂરી આપી દીધી.

એમસીસીએ ભારતીય ચાહકોનું દળ ‘ભારત આર્મી’ને ઢોલ સ્ટેડિયમમાં લઈ જવાની મંજૂરી આપી. હોર્ન એટલે કે વુવુઝેલા જેવાં સંગીત વાદ્યો લોર્ડ્સમાં પ્રતિબંધિત છે, જેને ઈંગ્લેન્ડના ચાહકોનું દળ ‘બાર્મી આર્મી’ પોતાની સાથે લઈ જાય છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી) સાથેની ચર્ચા બાદ એમસીસીએ પોતાના નિયમમાં ફેરફાર કર્યો હતો. ભારતીય ચાહકોએ કેટલાંક સંગીત વાદ્યો સ્ટેડિયમમાં લઈ જવાની મંજૂરી માગી હતી, પરંતુ તેમને ફક્ત ઢોલ લઈ જવાની મંજૂરી અપાઈ. આ ઉપરાંત લોર્ડ્સ પર પ્રશંસકોને મોટા ભાગની મેચમાં ઝંડા લઈ જવા પર પ્રતિબંધ છે, પરંતુ આઇસીસીએ ગઈ કાલની મેચમાં બંને દેશના ઝંડાનું સ્ટેડિયમમાં વિતરણ કર્યું હતું.
http://sambhaavnews.com/

You might also like