કાશ્મીર મુદ્દા પર ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને આપ્યો કરારા જવાબ

સ્વિટઝરલેન્ડના જેનેવામાં ચાલી રહેલા સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર સમિતિની બેઠકમાં કાશ્મીર મુદ્દા પર એક વખત ફરીથી પાકિસ્તાનને નીચું નમવું પડ્યું છે. સમિતિની 34માં વર્ષે બેઠક દરમિયાન ભારતે કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનને કરારા જવાબ આપતાં સ્પષ્ટ કરી દીધું છે કે જૂનું જમ્મુ કાશ્મીર રાજ્ય ભારતનું અભિન્ન અંગ છે. એને લઇને ક્યાંય કોઇ મુદ્દો નથી.

મુદ્દો અમારો એ ભાગનો છે જેની પર પાકિસ્તાને ગેરકાયદેસર કબ્જો કરેલો છે. ભારતીય પ્રતિનિધિએ સ્પષ્ટ કર્યું છે કે સાચી સમસ્યા તો સીમા પાર થઇ રહેલા પાકિસ્તાન તરફથી આતંકવાદને લઇને છે. અમને આશ્વર્ય છે કે આ મુદ્દા પર પાકિસ્તાન હાઇકમિશન ચૂપ છે.

પાકિસ્તાન સ્ટેટ પોલીસીના રૂપમાં હંમેશા આતંકવાદને પોષિત કરતું રહ્યું છે જેનું નુકસાન એના પડોશી દેશોને ઉઠાવવું પડે છે.

You might also like