ભારતમાં ચોકલેટની ડિમાન્ડ ખૂબ જ ઝડપથી વધી રહી છે

સમગ્ર દુનિયામાં મોટાભાગના દેશોમાં ચોકલેટનો ઉપયોગ લગભગ સ્થિર અથવા તો અત્યંત નજીવો વધી રહ્યો છે. જ્યારે ભારતમાં ચોકલેટની ડિમાન્ડ કુદકેને ભુસકે વધી રહી છે. એક રિપોર્ટમાં નોંધાયું છે કે ભારતીઓ ચોકલેટ પ્રેમી બની રહ્યા છે. કારણ કે ભારતમાં ચોકલેટનું માર્કેટ તિવ્ર ગતિએ વધી રહ્યું છે. ગયા વર્ષે ચોકલેટના વેચાણમાં ૧૩ ટકાનો વધારો નોંધાયો છે. અન્ય દેશોમાં ચોકલેટનું માર્કેટ સ્થિર છે જ્યારે ભારતમાં ૨૦૧૬માં ૨ લાખ ૨૮ હજાર ટન ચોકલેટની ખપત થઈ હતી. ઓસ્ટ્રેલિયા અને ઈન્ડોનેશિયામાં અા અાંકડો ૯૫ હજાર અને ૯૪ હજાર ટનનો છે.
http://sambhaavnews.com/

You might also like