ચીન સાથે વધતા જતાં તણાવ વચ્ચે હરક્યુલસ વિમાન તહેનાત

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે હાલ તણાવની સ્થિતિ જો‌વા મળી રહી છે ત્યારે ભારતીય વાયુસેનાના કોલકાતા નજીકના પાનાગઢ ખાતેના અર્જુનસિંહ વાયુસેના કેન્દ્રમાં સી-130 જે સુપર હરક્યુલસ વિમાન તહેનાત કરવામાં આવ્યાં છે. તેથી બંને દેશ વચ્ચે તણાવ વધે તેવી સંભાવના છે.

ગાઝિયાબાદમાં હિંડન બાદ પાનાગઢ દેશમાં એવું બીજું સ્થળ છે કે જ્યાં સી-130 જે સુપર હરકયુલસ વિમાનનો પાયો નખાયો છે, જેને લોકહીડ માર્ટિનના ટેકનિશિયનો અને એન્જિનયરોની ટીમે આ વિમાનો માટે પાનાગઢમાં હેંગર અને અન્ય સુવિધાનું નિર્માણ કર્યું છે. વાયુસેનાના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર પૂર્વ એર કમાન (ઈએસી)ની તાકાત વધારવા માટે સુખોઈ એસયુ-30 અને એમકે આઈ તેમજ ઈલુશિન આઈએલ-78ના મીડ એર રિફ્યૂલર પણ પાનાગઢ એરવેઝ પર જોવા મળશે. આ અેરવેઝ પર ગત જુલાઈની આખરમાં જ છ સી-130 જે સુપર હરક્યુલસ સ્ટ્રેટેજિક વિમાનો માટે આવશ્યક વ્યવસ્થા કરી દેવામાં આવી હતી.

જ્યારે અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે સી-130 જે સુપર હરકયુલસ માત્ર પરિવહન જ કરતાં નથી. તે તેની શ્રેણીનાં અન્ય વિમાન કરતાં સૌથી વધુ તાકાતવર અને નવીન ટેકનોલોજીથી સજજ હથિયારવાળાં એરક્રાફટ સમાન છે. તેની એક અન્ય ખાસિયત એ છે કે તે ચીન નજીકની સરહદ પર સરળતાથી વોચ રાખી શકે તેમ છે.

You might also like