અાઈટીબીપીની મહિલા બટાલિયન રાખશે ભારત-ચીન સીમા પર નજર

નવી દિલ્હી: ભારત તિબેટ સીમા પોલીસ (અાઈટીબીપી) પોતાની ૫૦૦ ટ્રેઈન કરાયેલી મહિલા કોન્સ્ટેબલને ભારત અને ચીનની સીમા પર તહેનાત કરવા જઈ રહી છે. સીમા પર તહેનાતી પહેલા તેમને યુદ્ધ કૌશલ્ય અને પહાડો પર રહેવા ૪૪ અઠવાડિયાથી સખત તાલિમ અાપવામાં અાવ્યું છે. ભારત અને ચીનની સીમામાં ૩૪૮૮ કિલોમીટર સુધી અાઈટીબીપીની પોસ્ટ છે.

અા મહિલા યોદ્ધાઓને અા વર્ષે માર્ચ મહિના સુધી ૮ હજારથી ૧૪ હજાર ફૂટ સુધીની ઊંચાઈવાળી ૨૦ વિવિધ પોસ્ટ પર તહેનાત કરાયાની અાશા છે. ભારતીય સીમાના ઉત્તરાખંડમાં છેલ્લા ગામ સુધી અા મહિલા યોદ્ધાઓને તહેનાત કરાશે.

અાઈટીબીપીના ડાયરેક્ટર જનરલ કૃષ્ણા ચૌધરીએ નવા કેડેટ્સની પાસિંગ અાઉટ પરેડ જોયા બાદ તેમણે કહ્યું કે તેમની હિમાલય શ્રૃખલામાં સૌથી પ્રતિકૂળ જગ્યાઓ પર તેમની નિયુક્તી થશે અને તેઓ ત્યાં શ્રેષ્ઠ કાર્ય કરવાની કોશિશ કરે. તેમણે કહ્યું કે મહિલા જવાનોને ઊંચાઈ પર રહેવાનું શિક્ષણ નિયુક્તી પહેલા અાપવામાં અાવશે.

મને અાશા છે કે તમે અાઈટીબીપી અને દેશને ગર્વનો અહેસાસ કરાવશે. એવું પહેલીવાર બનશે કે ભારત સીમા પર મહિલા જવાનોની નિયુક્તી કરશે. અાઈટીબીપીએ અા પોસ્ટ પર પોતાના કુલ જવાનોની કમસે કમ ૪૦ ટકા સંખ્યામાં મહિલાઓને રાખવાનો નિર્ણય કર્યો છે.

You might also like