સરકારે પોતાની નબળાઈઓને પણ મજબૂત કરવી જોઈએ

સમય વર્તે સાવધાન કરવાની વાત કરતા આ વાકયની સાથેસાથે વ્યકિત અને સમાજની જાતજાતની સમસ્યાઓએ પણ સમયની સાથે બદલાવું પડે છે. આપણા જીવનની એક પ્રણાલી છે પણ ક્યારેક કોઇ તેની સાથે જોડાય નહીં ત્યારે આશ્ચર્ય થાય છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવા વિશાળ અને પોતાને એક પરિવાર ગણતા સંગઠનની સરખામણીમાં તેમના રાજકીય સંગઠન ગણાતા ભાજપમાં ઝડપથી ફેરફાર શકય છે, પરંતુ સંઘ ફેરફાર માટે પહેલ કરવામાં અગ્રેસર જણાય છે ત્યારે ભાજપમાં આવું નથી બની રહ્યું, જેને લઇ રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વાર કહેવું પડ્યું કે ભાજપના નેતાઓ વિપક્ષ સાથે નકારાત્મક વિવાદની ચર્ચામાં ન જોડાય અને કેન્દ્ર સરકારની ઉપલ‌િબ્ધઓની માહિતી સામાન્ય લોકો સુધી પહોંચાડે.

ભાજપના નેતાઓ અને સાંસદો પણ આવું કામ કરતા નથી, જેને લઇને તેમણે ઉપરોકત ટકોર કરી હતી. આ વાત પર ચર્ચા થઇ શકે અને થવી પણ જોઇએ જ. છેલ્લા રર મહિનાથી મોદી સરકારે જે કંઇ કર્યું તેનાથી સામાન્ય માણસ ખુશ છે કે નહીં, પણ એવું તો નથી કહી શકાતું કે તેમણે કોઇ કામ કર્યું નથી. મુશ્કેલી એ છે કે મોટા ભાગના ભાજપના સાંસદો પોતાની સરકારની ઉપલ‌િબ્ધઓ પ્રજાને બતાવવામાં નિષ્ફળ રહ્યા છે. તેના કરતાં પણ ખરાબ વાત એ છે કે તેઓ પોતાની ઉપલ‌િબ્ધઓ બતાવવામાં પણ નિષ્ફળ જ રહ્યા છે.

આંગળીના વેઢે ગણાય તેવા કેટલાક સાંસદો છે, જેમણે આદર્શ ગ્રામ યોજના મુજબ ગામોને દત્તક લઇ તેના પુનરોદ્ધારમાં રુચિ બતાવી છે. આ યોજનામાં સાંસદોએ દર વર્ષે એક ગામ દત્તક લેવાનું હોય છે, પણ કોઇને ખબર નથી કે ભાજપના કેટલા સાંસદોએ બીજું ગામ દત્તક લીધું હોય. જ્યારે આ યોજનાની એવી અપેક્ષા સાથે મોદીએ શરૂઆત કરી હતી કે ગામડાંને આત્મનિર્ભર બનાવવામાં મદદ મળશે અને દર વર્ષે સેંકડો ગામોનું નસીબ સુધરશે.

વડા પ્રધાને બીજી એક સ્વચ્છ ભારત અભિયાનની મહત્ત્વાકાંક્ષી યોજના અમલમાં મૂકી છે. ભાજપના મોટા ભાગના સાંસદો ઉત્તર ભારતના છે પણ સ્વચ્છ શહેરોની યાદીમાં ઉત્તર ભારતનાં શહેરો ક્યાંય દેખાતાં નથી, જોકે તેના માટે રાજ્ય સરકાર અને શહેરના વહીવટકર્તાઓ જવાબદાર છે, પરંતુ ભાજપના સાંસદો પોતાની જવાબદારીમાંથી ફરી શકે તેમ નથી. ઉત્તર પ્રદેશના ૮૦ સાંસદોમાંથી ૭૧ ભાજપના છે, પરંતુ ગણતરીના સાંસદોને બાદ કરતાં મોટા ભાગના લોકસભામાં પણ નિષ્ક્રિય જણાય છે અને પોતાના મતવિસ્તારમાં પણ. આવી જ સ્થિતિ અન્ય રાજ્યના સાંસદોની પણ છે. ભાજપનો દાવો છે કે સાંસદોની સંખ્યામાં તેમનો પક્ષ મોટો છે, પરંતુ સારા પક્ષ તરીકે કયાં છે?

આવા ફેરફારની દૃષ્ટિએ ભાજપ સાથે સરખામણી કરતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થિતિ વધારે સારી નજરે પડે છે. સંઘે તાજેતરમાં માત્ર પોતાનો પોશાક બદલવાનો નિર્ણય કર્યો અને ધાર્મિક સ્થળોમાં મહિલાઅોને પૂજા કરવાના તેમના અધિકારને અ‌િગ્રમતા આપી છે. આ ઉપરાંત સંઘના એક વરિષ્ઠ અધિકારીએ સમલૈંગિકતાને ગુનો નહીં માનવાની વાત પણ કરી છે. સંઘે એ પણ જાહેર કર્યું છે કે તે દલિતોના એજન્ડા પર વિશેષ ધ્યાન આપશે.

થોડા સમય પહેલાં રોહિત વેમુલાની આત્મહત્યા પછી વિપક્ષોએ સંઘ-ભાજપને દલિત વિરોધી ગણાવવાનું અભિયાન છેડયું હતું. જો સંઘ પોતાના દલિત એજન્ડાને લઇ ગંભીર છે તો તેણે એ સમજવું પડશે કે દલિતોને આગળ કરી તેમનો વિશ્વાસ ઝડપથી જીતી શકાશે, પરંતુ તેનો મતલબ એવો નથી કે દલિતો પ્રત્યે ધ્યાન નથી અપાયું, પરંતુ હવે જરૂરી એ બન્યું છે કે દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત જાતિઓ, એટલે સુધી કે મુસ્લિમો પણ સંઘની સાથે નજરે પડવા જોઇએ. માત્ર અનુયાયી સદસ્ય તરીકે નહીં પણ આગેવાનની દૃષ્ટિએ હોવા જોઇએ. સંઘે પોતાનાં સહયોગી સંગઠનોની તસવીર બનાવવા પણ ચિંતા કરવી પડશે અને જો આવું કરતા સમયે હિંદુ નામવાળાં સંગઠન દૂર ન થાય તે પણ જોવું પડશે. આ વખતે એ સારું થયું કે વેલેન્ટાઇન ડે પર બજરંગદળ જેવા સંગઠને હંગામો ન મચાવ્યો. સંઘે તેમને આગળ પણ ધમાલ કરતાં રોકવાં પડશે.

આમ તો સંઘ પોતાને એક સામાજિક સાંસ્કૃતિક સંગઠન કહે છે, પરંતુ તેમના વિરોધીઓ તેમને રાજકીય સંગઠન સાબિત કરવા જોરદાર પરિશ્રમ કરી રહ્યા છે અને આગળ પણ કરતા રહેશે, પરંતુ આજે કોઇ રાજકીય પક્ષ એવું કહેવાનું સાહસ નથી કરતા કે અનામતની સમીક્ષા થવી જોઇએ. સંઘ અને ભાજપ પોતાનું લક્ષ્ય નિર્ધારિત કરી પોતાની નબળાઇઓને ઓળખી તેને મજબૂત કરવાની સૌથી વધુ જરૂર હાલમાં જણાઇ રહી છે.

You might also like