સંપુર્ણ દેશમાં શાંતિપુર્ણ રીતે ગણતંત્ર દિવસની ઉજવણી : વાંચો કોણે ક્યાં ઉજવ્યો ગણતંત્ર દિવસ

નવી દિલ્હી : કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આખા દેશમાં શાંતિપુર્ણ રીતે 67માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે પાર્ટી મુખ્ય ઓફીસ ખાતે ઝંડો ફરકાવ્યો હતો. તો નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં પ્રમુખ મોહન ભાગવતે સંઘ મુખ્યકાર્યાલય ખાતે ઝંડો ફરકાવ્યો હતો.
મુંબઇમાં ભાજપનાં નેતા આશીષ શેલારે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. કેરળમાં રાજ્યપાલ પી.સદાશિવમે તથા બેંગ્લુરૂમાં રાજ્યપાલ વજુભાઇ વાળાએ રાષ્ટ્ર્ધ્વજ ફરકાવ્યો હતો. મધ્ય પ્રદેશનાં રતલામમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ત્રિરંગાને સલામી આપી હતી.
ગૃહમંત્રી રાજનાથ સિંહે પોતાનાં ઘરે ઝંડો ફરકાવ્યો હતો. મહારાષ્ટ્રનાં રાજ્યપાલ સી. વિદ્યાસાગરે મુંબઇના શિવાજી પાર્કમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. તમિલનાડુમાં મુખ્યમંત્રી જયલલિતા અને રાજ્યપાલ રોસૈયાએ રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી દીધી હતી. હૈદરાબાદામાં કેન્દ્રીયમંત્રી વેંકૈયા નાયડૂ અને બંડારૂ દત્તાત્રેયે ત્રિરંગાને સલામી આપી હતી.
ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પોતાનાં ઘરે જ ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે એવું કોઇ ન કહી શકે કે ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રતિબંધ છે. આ દેશમાં સંવિધાન અનુસાર દરેક વ્યક્તિને પોતાની વાત કરવાનો હક મળ્યો છે. યોગગુરૂ બાબા રામદેવે હરિદ્વારમાં ત્રિરંગો ફરકાવ્યો હતો.
વડાપ્રધાન મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, નાણા મંત્રી અરૂણ જેટલી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, મધ્ય પ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ, ગુજરાતનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, બિહાર મુખ્યમંત્રી નીતીશ કુમાર, દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગણતંત્ર દિવસનાં પ્રસંગે નાગરિકોને શુભકામના પાઠવી હતી.
ઓસ્ટ્રેલિયાનાં વડાપ્રધાન મેલ્કમ ટર્નબુલે ભારતીયોને ગણતંત્ર પ્રસંગે શુભકામનાઓ પાઠવી હતી. ફેસબુક સંસ્થાપક માર્ક જુકરબર્ગે ભારતનાં ગણતંત્ર દિવસ પ્રસંગે શુભકામનાઓ આપી હતી.

You might also like