નવાજ શરીફે ભારતને આપી ધમકી, કાશ્મીરને ક્યારે છોડીશું નહી, અમે લડાઇ લડતા રહીશું

ઇસ્લામાબાદ: કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફે ભારતને ધમકીભર્યા અંદાજમાં ચેતાવણી આપી છે. કાશ્મીરની સ્થિતિ પર બુધવારે પાકિસ્તાનમાં ઉજવવામાં આવી રહેલા કાળા દિવસ (બ્લેક ડે)ના અવસર પર નવાજ શરીફે ભારતને ખુલ્લેઆમ ધમકી આપી છે.

પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું કે અમે ક્યારે પણ કાશ્મીર છોડીશું નહી. અમારો દેશ પાકિસ્તાન કાશ્મીરની લડાઇ લડતો રહેશે. નવાજ શરીફે ધમકીભર્યા અંદાજમાં કહ્યું કે કાશ્મીરમાં થઇ રહેલા સંઘર્ષની સામે ભારતે હાર માનવી જ પડશે. કાશ્મીર સાથે અમારો લોહીનો સંબંધ છે.

કાશ્મીર ક્યારેય ભારતનો આંતરિક મુદ્દો બની ન શકે. નવાજ શરીફે એ પણ કહ્યું કે કાશ્મીરની હાલની સ્થિતિને લઇને આખા પાકિસ્તાનમાં આજે બ્લેક ડે ઉજવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે રમખાણો ભડકાવવાનું કાવતરું રચવામાં પાકિસ્તાન અને વડાપ્રધાન નવાજ શરીફની ભૂમિકા જગજાહેર થઇ ચૂકી છે.

You might also like