મોદી – ટ્રમ્પ નિવેદન બાદ સૈન્ય દુસ્સાહસ અંગે વિચારી શકે છે : પાક.

ઇસ્લામાબાદ : પાકિસ્તાનને સીમા પારથી થનારા આતંકવાદ પર લગામ લગાવવાની સલાહ આપનારા ભારત – અમેરિકી સંયુક્ત નિવેદનની આલોચનાં કતરા ઇસ્લામાબાદે કહ્યું કે આ વિસ્તારમાં શાંતિ સ્થાપનાં માટે મદદગાર સાબિત નહી હોય અને ભારતને સૈન્ય દુસ્સાહસ કરવા તથા દક્ષિણી એશિયામાં સ્થાયી શાંતિ સ્થાપવા માટેનાં પ્રયાસોને નજર અંદાજ કરવાની પ્રવૃતીને વેગ આપી શકે છે.

પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચે વોશિંગ્ટનમાં થયેલી બેઠકે ક્ષેત્રમાં સ્થાઇ શાંતિ માટે ભારતની નીતિઓમાં ફેરફારનો દબાણ બનાવવાનો અવસર ગુમાવી દીધો હતો. મંત્રાલયે કહ્યું કે આ નિવેદન દક્ષિણ એશિયન ક્ષેત્રમાં સ્થાઇ શાંતિ અને રણનીતિક સ્થિરતાનું લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં બિલ્કુલ મદદગાર નથી.

કાલે રાત્રે બહાર પડાયેલા નિવેદન અનુસાર ક્ષેત્રમાં તણાવ અને અસ્થિરતાનાં મુખ્ય મુદ્દે કહી નહી બોલીને નિવેદને પહેલાથી હાજર તણાવને વધારી દીધું છે. વડાપ્રધાન મોદીની વોશિંગ્ટન યાત્રા દરમિયાન ભારત અને અમેરિકાએ જૈશ એ મોહમ્મદ, લશ્કર એ તોયબા અને ડી કંપની સહિત આતંકવાદી સમૂહોની વિરુદ્ધ સહયોગ વધારવા માટેની કસમ ખાધી અને પાકિસ્તાને આ સુનિશ્ચિત કરવા માટે કહ્યું કે તેની જમીનનો પ્રયોગ અન્ય દેશોમાં આતંકવાદી ગતિવિધિઓ ચલાવવા માટે ના હોય.

You might also like