આફ્રિકા સામેની અંતિમ T-20 મેચમાં ભારત કરી શકે છે બે ફેરફાર..!

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલ છેલ્લી બે ટી-20 મેચના પરિણામ બાદ શનિવારે રમાનાર અંતિમ ટી-20 મેચ બંને ટીમ માટે ‘ફાઇનલ’ જેવી હશે. આ મેચ જીતનાર ટીમના નામે ટી-20 શ્રેણી થઇ જશે. ભારત-આફ્રિકા વચ્ચેની 3 મેચની ટી-20 શ્રેણીમાં બંને ટીમ 1-1ની બરાબરી પર છે.

આ ફાઇનલ જેવી મેચમાં ભારતીય ટીમ અંતિમ ઇલેવનમાં બે ફેરફાર કરે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. આ અગાઉ આફ્રિકા સામેની વન ડે શ્રેણી ભારતે 5-1થી પોતાના નામે કરી લીધી હતી.

ભારતીય ટીમમાં પ્રથમ ફેરફાર તરીકે યુજવેન્દ્ર ચહરને માનવામાં આવી રહ્યો છે. બીજી ટી-20 મેચમાં ચહેલે માત્ર 4 ઓવરમાં 64 રન આપ્યા હતા. જો ચહલને ટીમમાંથી બહાર રાખવામાં આવશે તો તેના બદલે કુલદીપ અથવા અક્ષર પટેલનો ટીમમાં સમાવેશ કરવામાં આવશે. આ બંને ઓલરાઉન્ડર હોવાના કારણે ટીમના સંતુલનમાં પણ ફેરફાર જોવા મળશે.

જ્યારે ટીમમાં બીજા ફેરફાર તરીકે જયદેવ ઉનડકટની જગ્યાએ જસપ્રીત બુમરાહનો સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે. ટી-20 સ્પેશ્યાલિસ્ટ ગણાતાં બુમરાહનો જો ટીમમાં સમાવેશ કરવામાં આવે તો બીજી તરફ ભુવનેશ્વર કુમારને ઘણો લાભ થશે. બુમરાહના અનુભવને ધ્યાનમાં રાખી ટીમ અંતિમ ઇલેવનમાં સમાવેશ કરે તેવી શક્યતા જોવા મળી રહી છે.

You might also like