ભારતે લદ્દાખમાં ટેન્ક-પૂર્વોત્તરમાં જેટથી ચીન સામે સુરક્ષિત દીવાલ ઊભી કરી

નવી દિલ્હી: ભારતે ચીન સાથે જોડાયેલી લાંબી સરહદ અને વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ અાંદામાન અને નિકોબાર ટાપુ પર પોતાની લશ્કરી તાકાત વધારવાનું શરૂ કરી દીધું છે. ચીનની સેના પાકિસ્તાન લિબ્રેશન આર્મી (પીએલએ) તરફથી ઊભા થયેલા પડકારને ધ્યાનમાં રાખીને ભારત આ સ્થળોએ પોતાની લશ્કરી તાકાત વધારવામાં વ્યસ્ત છે.

ભારતે અાંદામાન-નિકોબારમાં સુખોઈ-૩૦ એમકેઆઈ ફાઈટર જેટના વધારાના ફ્લિટની તહેનાતી ઉપરાંત પૂર્વોત્તરમાં જાસૂસી ડ્રોન અને મિસાઈલ તહેનાત કરી દીધાં છે. આ ઉપરાંત પૂર્વ લદાખમાં ટેન્ક રેજિમેન્ટની સાથે જવાનોની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. ગયા શુક્રવારે અરુણાચલ પ્રદેશ પશ્ચિમી સિયાંગ જિલ્લામાં એરફોર્સે પાસીઘાટ એડ્વાન્સ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડ (એએલજી)ને પણ એક્ટિવેટ કરી દીધું છે. આ લેન્ડિંગ ગ્રાઉન્ડને વ્યૂહાત્મક રીતે ઘણું મહત્ત્વનું માનવામાં આવે છે. આ લેન્ડિંગ ગ્રાઉન્ડને રાજદ્વારી રીતે ઘણું મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે. અહીંથી વિમાન અને હેલિકોપ્ટર્સ ઓપરેટ કરવાં હવે શક્ય બનશે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે એએલજી માત્ર સીધા ઓપરેશનમાં જ મદદરૂપ થશે નહીં, પરંતુ પૂર્વ મોરચે ભારતના એર ઓપરેશન્સને સશક્ત બનાવશે. આ અગાઉ લદાખના દોલતબેગ અને ન્યોમામા પણ એએલજી એક્ટિવેટ છે. પાસીઘાટ અરુણાચલનું પાંચમું એએલજી છે. સંરક્ષણ મંત્રાલય સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારે અાંદામાન અને નિકોબારમાં કેટલાય ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આમ, હવે લદાખમાં ટેન્ક અને પૂર્વોત્તરમાં જેટથી ભારતે ચીન સામે એક દીવાલ ઊભી કરી છે.

You might also like