બજેટમાં ડિસઈન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક ઘટાડાય તેવી શક્યતા

નવી દિલ્હી: નાણાપ્રધાન અરુણ જેટલી વર્ષ ૨૦૧૬-૧૭ના સામાન્ય બજેટમાં ડિસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્યાંકમાં ઘટાડો કરી શકે છે. એવો લક્ષ્યાંક રાખશે કે જેને હાંસલ કરવો સંભવ થશે. આગામી બજેટમાં સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક રૂ. ૫૦,૦૦૦થી ૫૫,૦૦૦ કરોડ રાખી શકે છે, જે ચાલુ વર્ષના લક્ષ્યાંક કરતાં ઓછો છે. ચાલુ વર્ષે સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક રૂ. ૬૯,૫૦૦ કરોડનો રાખ્યો છે, પરંતુ લક્ષ્યાંક કરતાં અડધી જ રકમ એટલે કે રૂ. ૨૫,૦૦૦થી ૩૦,૦૦૦ કરોડ રૂપિયા જાહેર ક્ષેત્રનાં એકમોનો હિસ્સો વેચી ઊભા કરી શકાયા છે.

ઇન્ડિયન ઓઇલ, પીએફસી, આરઇસી અને એન્જિનિયર્સ ઇન્ડિયાના કેટલાક હિસ્સાનું વેચાણ કરી રૂ. ૧૩,૩૪૦ કરોડ ઊભા કરવામાં આવ્યા હતા. સરકાર કોલ ઇન્ડિયા, નાલ્કો, એમએમટીસી, ઓઇલ ઇન્ડિયા અને ઓએનજીસી જેવી જાહેર ક્ષેત્રની કંપનીનો કેટલોક હિસ્સો વેચીને નાણાં ઊભાં કરવાની યોજના છે, પરંતુ પાછલા કેટલાક સમયથી બજારમાં જોવા મળી રહેલી અફરાતફરીના કારણે સરકાર પણ આ બાબતે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહી છે.

You might also like