દેશના ૭૦૦૦ કિમી વિસ્તારમાં બ્રોડબેન્ડ હાઈવે બનાવાશે

નવી દિલ્હી: એકસપ્રેસ વે, હાઈ વે અને સિકસ લેનની ઝડપ વધારવા દેશમાં આગામી દિવસોમાં બ્રોડબેન્ડ હાઈ વે બનાવવાનું આયોજન થઈ રહ્યું છે. જેમાં દેશભરમાં 7000 કિમી વિસ્તારમાં ફાઈબર ઓપ્ટિકલ કેબલ નાખી તેમાંથી હાઈસ્પીડ બ્રોડબેન્ડની સુવિધા ઊભી કરવામાં આવશે.

કેન્દ્ર સરકારના ડિજિટલ ઈન્ડિયા અભિયાન હેઠળ નેશનલ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વર્ષે એક લાખ કરોડની યોજના હેઠળ ગ્રામ પંચાયત સુધી બ્રોડબેન્ડ હાઈ વે નેટવર્ક વિસ્તારવામાં આવશે. હિન્દુસ્તાન કોલેજમાં ડિજિટલ ઈન્ડિયા પર યોજાયેલી કાર્યશાળામાં ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ(ટીઆરએઆઈ)ના સચિવ સુધીર ગુપ્તાએ જણાવ્યું કે વસ્તીના હિસાબે દેશમાં હજુ પણ ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકો ઓછા છે. દેશમાં 30 કરોડ લોકો ઈન્ટરનેટ વાપરે છે. લેન્ડલાઈનની હાલત પણ ઘણી ખરાબ છે. ગ્રામ્ય વિસ્તારમાં તેના ત્રણ કરોડ યુઝર્સ છે. જ્યારે શહેરોમાં આવી સંખ્યા 2.70 કરોડ છે. તેથી આ બાબતે ગ્રામ્ય વિસ્તાર પ્રત્યે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

સરકાર ત્રણ વર્ષમાં 3000 કિમી ઓપ્ટિકલ ફાઈબર કેબલ નેટવર્ક વિકસાવવા માગે છે. જેમાં ગ્રામ પંચાયત સુધી ઓએફસી વિસ્તારવામાં આવશે. 2019 સુધી અઢી લાખ પંચાયતને હાઈસ્પીડ બ્રોડ બેન્ડ સુવિધાથી જોડવામાં આવશે. આ માટે સંબંધિત કંપનીઓને કામ સોંપી દેવામાં આવ્યું છે. 2020 સુધીમાં 60 કરોડ લોકોને આ સુવિધા મળતી થઈ જશે.

You might also like