ભારતમાંથી છેલ્લા ૯ વર્ષમાં ૩૩ લાખ કરોડનું કાળું નાણું દેશની બહાર ગયું

728_90

નવી દિલ્હી: ઉચ્ચ ન્યાયાલય દ્વારા રચવામાં આવેલ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) અને ડાયરેકટ્રેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ને વર્ષ ૨૦૦૪થી ૨૦૧૩ દરમિયાન ભારતમાંથી બહાર મોકવામાં આવેલા ૩૩ લાખ કરોડના કાળાં નાણાંની ચકાસણી કરવા માટે સૂચના અપાઈ છે. અમેરિકા સ્થિત થિંક ટેન્ક દ્વારા રજૂ કરેલ એક અહેવાલ બાદ આ ચકાસણીની સૂચના આપવામાં આવી છે.

અમેરિકન સ્થિત થિંક ટેન્ક ગ્લોબલ ફાઈનાન્સ ઇન્ટીગ્રિટીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, ભારત કાળું નાણું બહાર મોકલવાના મામલે વિશ્વમાં ચોથા સ્થાને છે. જે અંતર્ગત વર્ષ ૨૦૦૪થી ૨૦૧૩ દરમિયાન ભારતમાં અંદાજે ૩૩ લાખ બિલિયન ડોલરનું કાળું નાણું દર વર્ષે બહાર મોકલવામાં આવ્યું છે. નાણાં મંત્રાલના હાલ આ અહેવાલની ઉડાણથી ચકાસણી કરી રહ્યું છે અને અહેવાલમાં રજૂ કરેલા આંકડા કેટલા ખરા છે તે અંગે એસઆઇટીએ ડીઆરઆઇને વિગતો મોકલવાની સૂચના આપી છે અને તપાસ કરવા કહેવાયું છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા સ્થાપાયેલ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમએ રજૂ કરેલા રિપોર્ટમાં કહ્યું હતું કે ગેરકાનૂની પૈસાને દેશની બહાર મોકલવા માટે ટ્રેડ આધારિત મની લોન્ડ્રિંગ મુખ્ય સ્ત્રોત છે.

You might also like
728_90