આપણે ઘણી વખત એટલી બધી જગ્યાઓ ફરીએ છીએ કે ફરીથી એ જગ્યાઓ પર જવાનું બોરિંગ લાગે છે. આજે અમે તમને ભારતની કેટલીક એવી જગ્યાઓ માટે કહેવા જઇ રહ્યા છીએ જે ફરવા માટે ખૂબ જ સારી છે.
1. મોકોકચુંગ, નાગાલેન્ડ
નાગાલેન્ડની સંસ્કૃતિક રાજધાનીના નામથી જાણીતી મોકોકચુંગ નામની જગ્યા ખૂબ જ સુંદર છે. શુદ્ધ વાતાવરણ અને શહેરના શોરશરાબાથી દૂર આવેલી આ જગ્યા કુદરતી નજારોઓથી ભરપૂર છે. અહીંયા પર પર્વત, પહાડ, નદીઓ અને કુદરતી ગુફાઓ પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.
2. કનાતાલ, ઉત્તરાખંડ
ઉત્તરાખંડના નાના શહેર કનાતાલ શહેરના ઘોંઘાટથી એકદમ દૂર છે. અહીંયા પર માહોલ ખૂબ જ શાંત રહે છે અને લોકોની ભીડ ભાડ પણ રહેતી નથી. હાઇકિંગ. આયુર્વેદ સ્પા અને નેચરલ વોક માટે આ બેસ્ટ જગ્યા છે.
3.શોજા, હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશમાં નાની ઘાટી શોજા જાલોરીની પાસે છે. અહીંયા વોટરફોલ, તીર્થન વેલી, ઊઁચા પહાડો અને નદીઓનો નજારો જોવા લાયક છે.
4. પોનમુડી, કેરલ
કેરલમાં પોનમુડી હિલ સ્ટેશન પ્રકૃતિક પ્રેમીઓ માટે ખૂબ ખાસ છે. અહીંયા પર ગોળ વેલી, પેપ્પારા વન્યજીવ અભ્યારણ્ય જેવી પણ બીજી ઘણી જગ્યાઓ છે.