ડોકલામમાં ભારતનું મેચ્યોર જ્યારે ચીનનું ટીનએજર જેવું વલણ : અમેરિકા

વોશિંગ્ટન : સિક્કિમ સેક્ટરમાં ડોકલામ પાસે રહેલુ ભારત પરિપક્વ તાકાતની જેમ વ્યવાહ કરી રહ્યું છે અને ચીનને ક્રોધિત ટીનએજરની જેમ રજુ કરી રહ્યું છે. ઉચ્ચ અમેરિકી વિશેષજ્ઞએ કહ્યું કે ભારત અને ચીન ડોકલામમાં ગત્ત 50 દિવસોથી એક બીજાની સામ સામે ફરજ બજાવી રહ્યા છે. આ મુદ્દે ભારતનાં વર્તનની પ્રશંસા કરતા યુએસ નેવલ વોર કોલેજનાં પ્રોફેસર જેમ્સ આર હોલ્મસે કહ્યુ, નવી દિલ્હીએ અત્યાર સુધી યોગ્ય કામ કર્યું છે, ન તો વિવાદથી દુર હટ્યું ન તો નિવેદનબાજીનો કોઇ જવાબ આપ્યો.

આ વર્તન પરથી ભારતની પરિપક્વતાની પરિચય આપે છે. જ્યારે ચીન કોઇ ટીનેજરની જેમ વર્તી રહ્યું છે. હોલ્મસે કહ્યું કે આ વિચિત્ર વાત છે કે, ચીન પોતાનાં પાડોશી દેશની સાથે સીમા વિવાદને ચાલુ રાખવા માંગે છે. હોલ્મ્સને કહ્યું કે, જો ચીન એક સમુદ્રી સામરિક રણનીતિ ઇચ્છે છે, તો તેને જમીન પર સુરક્ષીત સીમાની જરૂર છે, માટે તેને પાડોશી દેશો સાથે ન ડરવું જોઇએ.

આ મુદ્દે અમેરિકાની ચુપકીડીનું કારણ પુછવામાં આવતા તેમણે કહ્યું કે, તંત્ર પાસે ઘણુ બધું છે. તે પણ સંભવ છે કે વડાપ્રધાન મોદી તથા તેમના સલાહકાર આ વિવાદમાં અમેરિકાનો હસ્તક્ષેપ નથી ઇચ્છતા. જો વિવાદ વધારે વધી જાય છે તો શક્ય છે કે નવી દિલ્હીનાં સમર્થનમાં અમેરિકા આગળ આવી જાય.

You might also like