ભારતના નામ પર અન્ય એક ઉપલબ્ધી, સર્નનું એસોસિયેટ સભ્ય બન્યુ ભારત

સર્નઃ ભારતના નામે અન્ય એક ઉપલ્ધિ જોડાઇ ગઇ છે. દેશ યૂરોપીય પરમાણુ અનુસંધાન સંગઠન એટલે કે સર્નનું એસોસિયેટ સભ્ય બન્યું છે. આ બાબતે ભારત સરકાર તરફથી પરમાણુ ઉર્જા વિભાગના સચિવ અને પરમાણુ ઉર્જા વિભાગના ચેરમેન શેખર બસુ તથા સર્નની ડાયરેક્ટર જનરલ ફેલિઓલા આઇનોટીની વચ્ચે સમજૂતી કરાર થઇ ચૂક્યા છે. ભારત હવે માત્ર સર્ન દ્વારા નોટિફાઇ કરવા અંગેની અંતિમ ઔપ્ચારિક્તાની રાહ જોઇ રહ્યું છે.

બાસુએ જણાવ્યું છે કે ભારત દ્વારા વૈજ્ઞાનિક, ઔદ્યાગિક તેમજ સામાજિક ઉપયોગ માટે ઇલેક્ટ્રોન તેમજ પ્રોટોન ઉત્પ્રેરકો માટેના પ્રકાર વિક્સીત કરી ચૂક્યું છે. હવે સર્નમાં વિવિધ પ્રોજેક્ટોમાં દેશ પોતાના યુવા વૈજ્ઞાનિકો તેમજ એન્જિનીયરને ભાગીદાર બનાવી શકે છે. એટલું જ નહીં પરંતુ ભારતીય ઉદ્યોગોને પણ હવે સીધા સર્ન પ્રોજેક્ટમાં ભાગીદારીની તક મળશે. સર્નની ડાયરેક્ટર જનરલ ફેબિઓલા જાઇનોટીએ પણ કહ્યું છે કે ભારત ગત 50 વર્ષથી સર્નની વૈજ્ઞાનિક ગતિવિધિયોમાં ભાગ લઇ રહ્યું છે. પરંતુ હવે અમારૂ નવું એસોસિયેટ સભ્ય બની ગયું છે. જેનાથી અમને ઘણી અપેક્ષા છે.

સ્વિઝલેન્ડમાં સર્ન પ્રયોગશાળામાં લાર્જ હૈડ્રોન કોલાઇડરમાં અત્યાર સુધીના સૌથી મોટો વૈજ્ઞાનિક પ્રયોગ થયો છે. યુરપીય પરમાણુ અનુસંધાન સંગઠનમાં 10 વર્ષની સખ્ત મહેનત બાદ આ કોલાઇરને તૈયાર કરવામાં આવ્યો છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વૈજ્ઞાનિકોના વણ ઉકેલાયેલા રહસ્યો પરથી પડદો ઉઠાવવો તે છે. સભ્યપદ પ્રાપ્ત થયા પછી ભારત હવે પરિષદની બેઠકમાં ભાગ લઇ શકશે. આ પહેલાં પાકિસ્તાન 31 જૂલાઇ 2015ના રોજ પાકિસ્તાન તેનું પહેલુ ગેર યુરોપીયન એસોસિયેટ સભ્ય બન્યુ હતું.

visit: sambhaavnews.com

You might also like