હોકી જુનિયર વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રીકાને હરાવી ભારત ક્વાર્ટર ફાઇનલમાં

લખનઉ : ભારતીય ટીમે જુનિયર હોકિ વર્લ્ડ કપમાં પોતાનો વિજયીક્રમ ચાલુ રાખતા પોતાની અંતિમ ગ્રુપ મેચમાં સોમવારે દક્ષિણ આફ્રિકાને 2-1થી પરાજીત કરતા ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં ગ્રુપ ડીની આ મેચમાં ભારતે આ મેચ જીતીને ટુર્નામેન્ટમાં પોતાની હેટ્રિક પુરી કરી લીધી છે.

ક્વાર્ટર ફાઇનલમાં મેજબાન ટીમનો સામનો હવે સ્પેન સામે હશે. ભારતે પોતાનાં પુલમાં તમામ મેચ જીતતા ટોપ સ્થાનની સાથે આ મેચનો અંત કર્યો છે. તેણે પહેલી મેચમાં કેનેડા અને બીજી મેચમાં ઇંગ્લેન્ડને પરાજીત કર્યું હતું. ભારત માટે કેપ્ટન હરજીસિંહ અને મનદિપસિંહે ગોલ કર્યા હતા. દક્ષિણ આફ્રીકા માટે એકમાત્ર ગોલ કાઇલ લોયને કર્યો હતો.

સમગ્ર ટુર્નામેન્ટમાં અત્યાર સુધી આક્રમક રમત રમી રહેલી ભારતીય ટીમે આ મેચમાં પણ શરૂઆતથી જ આક્રમક રમત દેખાડી હતી અને દક્ષિણ આફ્રિકાને બેકફુટ પર ધકેલ્યું હતું. શરૂઆતનાં સમયમાં ભારત પાસે તક હતી, પરંતુ તેના ગોલ થયા નહોતા. ચોથી મિનીટે ભારત પાસે પાસથી બઢત મેળવવાની સારી તકી હતી પરંતુ ત્યા ભારતીય ખેલાડીઓ ગોલ કરવામાં ચુકી ગયા.

You might also like