જુનિયર હોકી વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારત ફાઇનલમાં પહોંચ્યું

લખનઉ : હૉકી જુનિયર વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવીને ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આ મેચનાં હીરો રહેલા વિકાસ દહીયા જેણે શાનદાર ગોલકીપિંગના પગલે ભારતે ઓસ્ટ્રેલિયા સામે જીતી શક્યું હતું. મેચમાં ફુલ ટાઇમ સુધી બંન્ને ટીમ 2-2થી બરાબરી પર હતી.

ત્યાર બાદ પેનલ્ટી શૂટઆઉટમાં ભારત જીત્યું હતું. આ દરમિયાન વિકાસ દહિયાએ શાનદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાનાં 5 માંથી 3 પેનલ્ટી શૂટઆઉટને શાનદાર રીતે રોકીને મેચમાં જીત અપાવી હતી. ભારતે પોતાનાં ચારેય સ્ટ્રોક પર ગોલ ફટકાર્યા હતા. વિકાસને તેની શાનદાર ગોલકીપિંગ માટે મેન ઓફ ધ મેચનો ખિતાબ પણ એનાયત કરાયો હતો.

અગાઉ બંન્ને ટીમ મેચ ફુલ ટાઇમ 2-2થી બરાબર પર રહી હતી. ભારતે આ મેચમાં લગભગ 40 મિનિટ સુધી ઓસ્ટ્રેલિયાથી પાછળ હતી પરંતુ એકવાર જ્યરે ભારતની તરફથી 42મી મિનિટે ગુરૂમંદિરે ગોલ કર્યો તો ત્યાર બાદ ભારતીય ટીમ લયમાં પરત ફી અને ઓસ્ટ્રેલિયા પર દબાણ બનાવવાનું ચાલુ કર્યું. પહેલા ગોલનાં છ મિનિટ બાદ જ ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજો ગોલ કર્યો હતો. આ મેચમાં ભારતે શાનદાર ડિફેન્સનું પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયા સામે બે ગોલ તો કર્યા જ સાથે કેટલાક ગોલ પણ બચાવ્યા હતા. પેનલ્ટી શૂટઆઉટથી પહેલા પણ તેમણે કેટલાક શોટ્સ ગોલ પોસ્ટની બહાર રોક્યા હતા.

You might also like