INDvNZ: ભારત 318 રનમાં ઓલઆઉટ, જાડેજા 42 રને અણનમ રહ્યો

કાનપુર : કાનપુર ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતની પુરી ટીમ 318 રન પર ઓલઆઉટ થઇ ગઇ છે. ઉમેશ યાદવ નવ રન બનાવી આઉટ થઇ ગયો હતો. જ્યારે રવિન્દ્ર જાડેજા 42 રન બનાવી અણનમ રહ્યો હતો. ટીમ ઇન્ડિયાએ પહેલા દિવસના 291 રનના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું અને માત્ર 27 રન ઉમેરી પુરી ટીમ પેવેલિયનમાં પરત ફરી ગઇ હતી.

ભારતે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથણ ટેસ્ટમાં 3 વિકેટનાં નુકસાને 168 રન બનાવી લીધા છે. મુરલી વિજય અને અજિંક્ય રહાણે રમતમાં છે. વિરાટ કોહલી 9 રન બનાવીને આઉટ થઇ ચુક્યો છે. ટેસ્ટમાં વિરાટ ફ્લોપ સાબિત થયો હતો. ભારતની પ્રથમ વિકેટ રાહુલનાં સ્વરૂપે પડી હતી. રાહુલ 32 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ ચેતેશ્વર પુજારા ટકીને રમી રહ્યો હતો. જો કે 62 રન પર તે પણ આઉટ થયો હતો. મુરલી વિજય અને ચેતેશ્વર પુજારા વચ્ચે બીજી વિકેટ સુધી 112 રનની ભાગીદારી થઇ હતી.રાહુલ બાદ મુરલી વિજય સાથે પુજારાએ આપ્યો. મિચેલે આ ભાગીદારીને તોડી નાખી. કેપ્ટન વિરાટ કોહલી કાંઇ ખાસ કરી શક્યો નહી. પોતાનો શોર્ટ મિસ થવાનાં કારણે વેગનરનાં બોલમાં સોધીને કેચ આપી બેઠો. ટી બ્રેક પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો અને મુરલી વિજય સોંધીનાં બોલમાં આઉટ થયા.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં આજથી ટેસ્ટ શ્રેણીનો પહેલો મુકાબલો શરૂ થઈ ચૂક્યો છે. આ ઐતિહાસિક મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કરતાં અત્યારના મળતા અહેવાલ મુજબ 5 વિકેટના નુકસાન પર 216 રન બનાવી લીધા છે. ભારત તરથી સૌથી વધુ મુરલી વિજયે 65 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે સૌરાષ્ટ્રના ચેતેશ્વર પુજારાએ 62 રન બનાવ્યા હતા. હાલમાં રોહિત શર્મા 21 અને અશ્વિન 4 રને રમતમાં છે.

મેચ શરૂ થતાં પહેલાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માનિત થનારા કેપ્ટનોમાં રવિ શાસ્ત્રી, કપિલદેવ, મહેન્દ્રસિંહ ધોની, સચીન તેંડુલકર, શ્રીકાંત, દિલીપ વેંગસરકર અને મોહંમદ અઝહરુદ્દીનનો સમાવેશ થતો હતો.ભારતીય ટીમમાં સાત બેટ્સમેન અને ચાર બોલરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમમાં રોહિત શર્માને સ્થાન મળ્યું છે, જેના કારણે અમિત મિશ્રાને બહાર બેસવું પડ્યું છે.

ભારત તરફથી દાવની શરૂઆત કે. એલ. રાહુલ અને મુરલી વિજયે કરી હતી. આજે રાહુલ થોડો આક્રમક જણાતો હતો. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ભારતે એક વિકેટ ગુમાવીને ૫૦ રન બનાવી લીધા છે. રાહુલ ચાર ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૩૨ રન બનાવી ઓર્થોડોક્સ સ્પિનર સેન્ટરની બોલિંગમાં વેટલિંગ દ્વારા કેચઆઉટ થયો હતો. વિજય ૧૪ રને અને પૂજારા ચાર રને બેટિંગ કરી રહ્યા છે.

વિશ્વાસ નથી આવતો કે આ યાદગાર ટેસ્ટમાં હું ટીમનું નેતૃત્વ સંભાળું છુંઃ વિરાટ
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીત્યા બાદ કહ્યું કે, ”પહેલા દિવસ માટે વિકેટ ઘણી સારી દેખાઈ રહી છે. અમારી તૈયારી ઘણી સારી છે. ૫૦૦મી ઐતિહાસિક ટેસ્ટ હોવાને લીધે અમારા માટે આ ઘણી અગત્યની મેચ છે. હું વિશ્વાસ નથી કરી શકતો કે આ યાદગાર ટેસ્ટમાં હું ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ સંભાળી રહ્યો છું.

અગાઉ ગઈ કાલે વિરાટ કોહલીએ કહ્યું હતું કે અમારી ટીમમાં બહુ જ તાકાત છે. આ દુનિયાની સૌથી શક્તિશાળી ટીમ છે. અમે ચેમ્પિયનની જેમ રમીશું અને આગામી આઠ-દસ વર્ષ સુધી ચેમ્પિયન બની રહીશું. કાનપુરના મીડિયા સેન્ટરમાં કોહલીએ પત્રકારોને જણાવ્યું, ”ગ્રીનપાર્ક આવીને જૂના પ્રવાસની યાદ આવે છે. એ બહુ જ સુખદ લાગે છે, કારણ કે અહીં વધુ કંઈ બદલાયું નથી. ૫૦૦મી ટેસ્ટનો એક અલગ જ અનુભવ છે. કોચ અનિલ કુંબલે ખેલાડીઓનો ઉત્સાહ વધારી રહ્યો છે. ખેલાડી પણ સતત સારું પ્રદર્શન કરવા ઉત્સુક છે. અમે વિરોધી ટીમને તક આપવાના બદલે ચેમ્પિયનની જેમ રમીશું અને જીતીશું. લાંબા સમય સુધી ક્રિકેટ રમવા માટે ફિટનેસ બહુ જ જરૂરી છે, આથી આખી ટીમ બહુ જ મહેનત કરી રહી છે.”

ભારતીય ટીમઃ મુરલી વિજય, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રોહિત શર્મા, રિદ્ધિમાન સાહા, રવીન્દ્ર જાડેજા, ઉમેશ યાદવ અને મોહંમદ શામી.

ભારતની ૧૦૦મી, ૨૦૦મીઽ ૩૦૦મી અને ૪૦૦મી ટેસ્ટ
૧૦૦મી ટેસ્ટઃ ટીમ ઇન્ડિયાએ પોતાની ૧૦૦મી ટેસ્ટ ઇંગ્લેન્ડ સામે એજબેસ્ટનમાં રમી હતી. ૧૩ જુલાઈ, ૧૯૬૭ના રોજ રમાયેલી એ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડે પહેલી ઇનિંગ્સમાં ૨૯૮ રન બનાવ્યા, જ્યારે ભારતની પહેલી ઇનિંગ્સ ફક્ત ૯૨ રનમાં જ સમેટાઈ ગઈ હતી. બીજી ઇનિંગ્સમાં પણ ઈંગ્લેન્ડે સારી બેટિંગ કરીને ૨૦૩ રન બનાવ્યા. ભારતને જીત માટે ૪૦૯ રનનું લક્ષ્ય મળ્યું, જેનો પીછો કરતાં ભારતીય ટીમનો દાવ ૨૭૭ રનમાં સમેટાઈ ગયો અને પોતાની ૧૦૦મી ટેસ્ટમાં ભારતનો ૧૩૨ રને પરાજય થયો.

૨૦૦મી ટેસ્ટઃ આ ટેસ્ટમાં ભારતનો મુકાબલો પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં હતો. એ ટેસ્ટમાં ઝહીર અબ્બાસે બેવડી સદી ફટકારતાં ૨૧૫ રનની ઇનિંગ્સ રમીને પાકિસ્તાનનો સ્કોર ૪૮૫ રન પર પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી, જેના જવાબમાં ભારતે ૩૭૯ રન બનાવ્યા. પાકિસ્તાનની બીજી ઇનિંગ્સમાં મોહસિન ખાને સદી ફટકારી અને અંતે ટેસ્ટ ડ્રોમાં પરિણમી હતી.

૩૦૦મી ટેસ્ટઃ આ ટેસ્ટ ભારત ઘરઆંગણે રમ્યું. ૨૦ નવેમ્બર, ૧૯૯૬ના રોજ અમદાવાદના સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે ભારત પોતાની ૩૦૦મી ટેસ્ટ રમ્યું. સચીને ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ ભારતનો દાવ ૨૨૩ રનમાં જ સમેટાઈ ગયો. દક્ષિણ આફ્રિકાની ટીમ પણ ૨૪૪ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. બીજી ઇનિંગ્સમાં પણ ભારતીય બેટ્સમેનો ફ્લોપ રહ્યા અને ૧૯૦ રન બનાવીને આખી ટીમ પેવેલિયનમાં પાછી ફરી. દ. આફ્રિકાને જીત માટે ફક્ત ૧૬૯ રનની જ જરૂર હતી, પરંતુ આ લક્ષ્ય પણ મહેમાન ટીમ માટે પહાડ જેવું સાબિત થયું. ભારતીય ફાસ્ટ બોલર શ્રીનાથે દક્ષિણ આફ્રિકાના છ બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરી દીધા, એ પણ ફક્ત ૨૧ રન આપીને. બીજી ઇનિંગ્સમાં દ. આફ્રિકાની ટીમ ફક્ત ૧૦૫ રન બનાવી શકી અને ભારતનો ૬૪ રને રોમાંચક વિજય થયો.

૪૦૦મી ટેસ્ટઃ ભારત પોતાની આ ટેસ્ટ વેસ્ટ ઇન્ડીઝના જમૈકામાં ૩૦ જૂન, ૨૦૦૬ના રોજ રમ્યું. એ મુકાબલામાં દ્રવિડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને તેનો આ નિર્ણય ખોટો સાબિત થયો ને ભારતનો દાવ ૨૦૦ રનમાં જ સમેટાઈ ગયો. યજમાન ટીમ જ્યારે બેટિંગ કરવા ઊતરી ત્યારે તેમની પાસે ભજ્જીની બોલિંગનો કોઈ જવાબ નહોતો. ભજ્જીએ પાંચ વિકેટ ઝડપતા વિન્ડીઝનો દાવ ફક્ત ૧૦૩ રનમાં જ સમેટાઈ ગયો. ભારતે બીજી ઇનિંગ્સમાં ૧૭૧ રન બનાવીને વિન્ડીઝને જીતવા માટે ૨૬૮ રનનું લક્ષ્ય આપ્યું. જોકે વિન્ડીઝની ટીમનો દાવ ૨૧૯ રનમાં જ સમેટાઈ જતાં ભારતનો ૪૯ રનથી વિજય થયો હતો.

You might also like