Categories: Sports

અાવતી કાલથી ભારત-અોસીઝ વચ્ચે વન ડે સિરીઝ જંગ ખેલાશે

પર્થ: આવતી કાલે પર્થમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલ ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયન ટીમ વચ્ચે વન ડે સિરીઝની પ્રથમ વન ડે શરૂ થઇ રહી છે ત્યારે ભારતીય અને ઓસ્ટ્રેલિયન ટીમ બંનેએ જોરદાર દેખાવના દાવા કર્યા છે. ઓસ્ટ્રેલિયાની ફાસ્ટ પીચ પર ભારતીય ખેલાડીઓ કસોટી થશે. આ વન ડે સિરીઝમાં ભારતીય ટીમનો બોલર અશ્વિન ટ્રમ્પ કાર્ડ સાબિત થશે.

ઓસ્ટ્રેલિયન ઓપનર એરોન ફ્રિંચે જણાવ્યું છે કે તેની ટીમ ભારતીય ખેલાડીઓ પર દબાણ લાવવાની કોશિશ કરશે. આવતી કાલથી શરૂ થઇ રહેલી વન ડે સિરીઝ પૂર્વે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરનાં આ નિવેદનથી ટીમ ઇન્ડિયા પર મનોવૈજ્ઞાનિક દબાણ લાવવાની કોશિશ કરવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયાના બેટસમેન જ્યોર્જ બેલીએ પણ જણાવ્યું છે કે પાંચ મેચની વન ડે ક્રિકેટ સિરીઝમાં તેમની ટીમ ભારત ‌સામે જોરદાર લડત આપવા તૈયાર છે અને તેમનું માનવું છે કે અમારી હોમ પીચ પર ભારતીય ટીમ માટે યજમાન ટીમને હરાવવી મુશ્કેલ બનશે.

દરમિયાન મહંમદ શામીને ઇજા થતાં તે ભારત પરત આવતાં ભારતીય ટીમને મોટો ફટકો પડયો છે. મહંમદ શામીની જગ્યાએ ભારતે ભુવનેશ્વર કુમારને ઓસ્ટ્રેલિયા બોલાવ્યો છે અને તેની પણ ઓસ્ટ્રેલિયન પીચ પર કસોટી થશે. આ સંદર્ભમાં ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ કેપ્ટન ઇયાન ચેપલનું માનવું છે કે વર્તમાન સિરીઝમાં યજમાન ટીમ ઓસ્ટ્રેલિયાનું પલ્લું ભારે રહેશે.

ચેપલનું માનવું છે કે ટીમ ઇન્ડિયામાં એક સ્પેશિયાલિસ્ટ બેટસમેનની ખોટ છે. ચેપલના જણાવ્યા અનુસાર ટીમ ઇન્ડિયાને ઓલ રાઉન્ડરની ખોટ પણ વર્તાશે. તેમણે એવું પણ જણાવ્યું છે કે કેપ્ટન ધોનીની સામે કેપ્ટન સ્ટીવન સ્મિથને શોર્ટર ફોર્મેટની ગેમ્સમાં સ્વયંને પુરવાર કરવાની જરૂર પડશે.

ઓસ્ટ્રેલિયાની ધરતી પર વન ડે સિરીઝમાં ભારતે બીજા સ્થાન પર ટકી રહેવા મહેનત કરવી પડશે. ભારતે જીતનું લક્ષ્ય નોંધાવવા સાથે સાથે વન ડે ટીમ રેન્કિંગમાં બીજા નંબરનું સ્થાન ટકાવી રાખવા ભારતીય ટીમે ઓછામાં ઓછી એક મેચ તો જીતવી જ પડશે. આઇસીસી તરફથી જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર ઓસ્ટ્રેલિયા હાલ ૧ર૭ પોઇન્ટ સાથે ટીમ રેન્કિંગમાં ટોચ પર છે.

ભારત ૧૧૪ પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. બંને ટીમ વચ્ચે માત્ર ૧૩ પોઇન્ટનો તફાવત છે. જો ભારત સિરીઝની પાંચેય મેચ હારી જશે તો તેનું રેન્કિંગ એક નંબર નીચું જશે. આ માટે કમસેકમ સિરીઝની એક વન ડે મેચ જીતવી જ પડશે.

admin

Recent Posts

ઘર, ઓફિસ, કાર… પોલીસથી ‘બેખૌફ’ તસ્કરો ક્યાંય પણ ત્રાટકી શકે છે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં તસ્કરો પોલીસના ખૌફ વગર બેફામ બન્યા હોય તેમ ઠેરઠેર ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી જાય છે.…

15 hours ago

Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટને ઈન્દિરાબ્રિજ સુધી લંબાવાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીના પશ્ચિમ અને પૂર્વ કાંઠા પર કુલ. ૧૧.પ૦ કિ.મી. લંબાઇમાં કરોડો રૂપિયાના ખર્ચે…

16 hours ago

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં છ દિવસમાં રૂ.35.64 કરોડનું વેચાણ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: દુબઇમાં યોજાતા શોપિંગ ફેસ્ટિવલની જેમ અમદાવાદમાં હાલમાં બાર દિવસનો શોપિંગ ફેસ્ટિવલ યોજાઇ રહ્યો છે. જોકે શહેરનાં શોપિંગ…

16 hours ago

ફલાવર શોના શનિ-રવિના મુલાકાતી માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા અમદાવાદીઓમાં અાકર્ષણનું કેન્દ્ર બનેલા ફ્લાવર શોની મુદતને આગામી તા. ૩૧ જાન્યુઆરી સુધી વધારાઈ…

16 hours ago

નરોડા પાટિયા કેસના ચાર દોષિતને સુપ્રીમે જામીન આપ્યા

(અમદાવાદ બ્યૂરો): સુપ્રીમ કોર્ટે ર૦૦રના નરોડા પાટિયા રમખાણ કેસમાં ચાર અપરાધીઓની જામીન પર છોડવાની અરજી પર સુનાવણી કરીને તેઓને જામીન…

16 hours ago

સુભાષચંદ્ર બોઝ જયંતીઃ મોદીએ લાલ કિલ્લામાં સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું

(એજન્સી) નવી દિલ્હી: નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૨મી જન્મ જયંતીના અવસર પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પર…

16 hours ago