ચીન સાથે સંબંધો સુધારવાને ભારત સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે : પર્રિકર

બીજિંગ : ભારત ચીનની સાથે પોતાનાં સંબંધોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે અને તે સંબંધોનાં વિકાસ માટે વચનબદ્ધ છે. આ વાત ચીનની મુલાકાત પર ગયેલા સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરે સોમવારે પોતાનાં ચીની સમકક્ષ જેન ચાંગ વેકવાંગ સાથે મુલાકાત પહેલા કરી હતી. તેની પહેલા ચીની સેનાનાં મુખ્ય મથકે પહોંચ્યા હતા જ્યાં પર્રિકરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત સમારંભમાં ચાંગે કહ્યું કે પર્રિકરની મુલાકાત પહેલા બંન્ને દેશોનાં સંબંધ સારા કરવા અને સેનાઓનો આંતરિક વિશ્વાસ વધવાની આશા છે.

ચાંગની સાથે બેઠક કર્યા બાદ સંરક્ષણ પ્રધાન પર્રિકરે ચીનનાં સૈન્ય પંચનાં ઉપાધ્યક્ષ જનરલ ફાન ચાંગલોંગ સાથે ચર્ચા કરી હતી. ચીની સંરક્ષણ વ્યવસ્થામાં જનરલ ફાનનાં હોદ્દા પર છે. તે 23 લાખ સૈનિકોવાળી ચીનની પીપલ્સ લિબરેશન આર્મીનાં પ્રમુખ છે. ત્યાંનાં વડાપ્રધાન પ્રત્યે જવાબદાર છે. ચીની સૈન્ય અધિકારીઓની સાથે પર્રિકરે ભારત ચીન સીમા પર તણાવ ઓછો કરવા અને સ્થિતી સામાન્ય બનાવવા અંગે ચર્ચા કરવામાં આવશે.

ભારતનાં લદ્દાખ ક્ષેત્રમાં ચીની સૈનિકોનાં આક્રમક વલણ અને પેટ્રોલિંગ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી. આ દરમિયાન ચીની અધિકારીઓએ કોઇ પણ પ્રકારનાં અતિક્રમણનો ઇન્કાર કર્યો હતો. તેમણે ભારત સાથે રહેલી 3488 કિલોમીટર લાંબી વિવાદિત સીમા પર પણ આક્રમક પેટ્રોલિંગનો ઇન્કાર કર્યો હતો. બંન્ને દેશોનાં અધિકારીઓએ અન્ય દેશોની સાથે સૈન્ય સંબંધો અંગે પણ ચર્ચા કરી હતી. આ દરમિયાન ભારત અને અમેરિકાના સામરિક સંબંધો અંગે પણ ચિન તરફથી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

You might also like