દેશનાં ૧૦ ટકા એટીએમમાંથી માત્ર ૧૦૦ રૂપિયાની જ નોટ નીકળશે

મુંબઇ: આજકાલ મોટા ભાગનાં એટીએમમાંથી મોટી રકમ એટલે કે ૫૦૦ કે ૧૦૦૦ રૂપિયાની નોટ જ ઉપાડ સમયે નીકળે છે. સામાન્ય લોકોને આર્થિક વ્યવહારમાં મુશ્કેલી અનુભવવી પડે છે ત્યારે આરબીઆઇ આ માટે વિશેષ પગલાં લેવાની કાર્યયોજના બનાવી રહી છે, જેમાં દેશભરમાં ૧૦ ટકા એટીએમમાંથી માત્ર ૧૦૦ રૂપિયાની જ ચલણી નોટો નીકળશે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આ અંગે જણાવ્યું છે કે સામાન્ય લોકોની સો રૂપિયાની ચલણી નોટોની જરૂરિયાત પૂરી કરવાનો પ્રયાસ કરવામાં આવશે. બેન્કોએ એટીએમમાં જરૂરી સંખ્યામાં સો રૂપિયાની ચલણી નોટો રાખવી જોઇએ. બેન્કોને આ દિશામાં પ્રોત્સાહન મળે તે માટે એક પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. દેશભરનાં ૧૦ ટકા એટીએમમાંથી ખાસ કરીને ૧૦૦ રૂપિયાની ચલણી નોટો નીકળશે. આરબીઆઇએ બેન્કોને આ અંગે નિર્દેશ આપ્યાે છે કે તેઓ ૧૦ ટકા એટીએમમાં આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરે.

You might also like