ભારત અને અમેરિકા સંયુક્ત રીતે ચીની સબમરીન પર નજર રાખશે

નવી દિલ્હી : હિંદ મહાસાગરમાં ચીનની વધી રહેલી ગતિવિધિઓ પર ભારત અને અમેરિકા સંયુક્ત રીતે નજર રાખી રહ્યા છે. હિંદ મહાસાગરમાં ચીની સબમરીનની વધી રહેલી ગતિવિધિઓ બાદ ભારત અને અમેરિકાએ નૌસૈનિક સહયોગ વધારવા માટેનો નિર્ણ લીધો છે. દક્ષિણ ચીન સાગર બાદ હિંદ મહાસાગરમાં ચીનની વધી રહેલી ગતિવિધિઓનાં કારણે ભારતની ચિંતામાં વધારો થયો છે. સારા સંબંધો છતા કેટલાય દશકોથી લંબાયેલા મુદ્દા પર અમેરિકા અને ભારતે સહયોગ વધારવા માટેનાં કરારો કર્યા હતા.

ચીનની અવળચંડાઇનાં કારણે અમેરિકા,જાપાન સહિતનાં દેશો ત્રસ્ત છે. જો કે ભારત અને અમેરિકા વચ્ચે સંધી થયા બાદ હવે અમેરિકાને વધારે સુવિધા મળશે. જો કે અમેરિકા હવે ભારતની સાથે સબમરીન યુદ્ધકલાનો પણ અભ્યાસ કરશે. એક વરિષ્ઠ ભારતીય નૌસેના અધિકારીનાં અનુસાર દર ત્રણ મહિનામાં ચાર વાર ચીની સબમરીન હિંદ મહાસાગરમાં જોવા મળતી હોય છે. કેટલીકવાર તે અંદામાન નિકોબાર દ્વીપોની નજીક પણ જોવા મળતી હોય છે. હાલમાં જ ભારત અને અમેરિકાની નૌસેનાએ હિંદ મહાસાગરમાં સંયુક્ત અભ્યાસ કર્યો હતો. તેમાં ખાસ કરીને સબમરીનની વિરુદ્ધ ઉપયોગ થનાર અત્યાધુનિક પી-8 વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ભારતીય નૌસૈનાનાં પ્રવક્તાએ બંન્ને દેશોનાં આ સંયુક્ત અભ્યાસનાં વિષયમાં વધારે કાંઇ પણ જણાવવાનો ઇન્કાર કરી દીધો હતો. અમેરિકા ફિલીપીંસ અને જાપાનની સાથે મળીને પણ ચીની સબમરીનો પર નજર રાખવા માટેની રૂપરેખા બનાવી રહ્યું છે. જો કે એકબીજા પર નજર રાખવાનોઆ તબક્કો અણુહથિયારવાળી ચીની સબમરીનનાં અતિક્રમણ બાદ ચાલુ થઇ ગયું છે. ભારત પણ આનાં જવાબમાં અણુમિસાઇલોથી લેસ સબમરીન નજીકનાં ભવિષ્યમાં જ મુકવાની તૈયારી કરી રહ્યું છે.

You might also like