રાજકપૂરની ફિલ્મ “આવારા”નું થિયેટર વર્ઝન તૈયાર કરશે ભારત-ચીન

મુંબઇઃ બોલિવુડના શોમેન રાજકપૂરની ફિલ્મ “આવારા”ના થિયેટર વર્ઝન માટે ભારત અને ચીન વચ્ચે સમજુતી સધાઇ છે. આ ફિલ્મ ચીનમાં ખૂબ જ લોકપ્રિય હતી. ત્યારે હવે તેને નાટકના રૂપમાં તૈયાર કરવામાં આવશે. આ ફિલ્મનું ગીત “આવારા હુ” ચીનના લોકોની જીભે ચઢી ગયું હતું. એટલું જ નહીં પરંતુ ફિલ્મના હિરો રાજકપૂરને પણ ચીનમાં ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા.

શંઘાઇમાં ભારતીય પરિષદમાં જનરલ પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું છે કે ચીન અને ભારતે આ હસ્તાક્ષર પર સાઇન કરી લીધી છે. તેમના પ્રમાણે 1951માં રાજકપૂરની સુપરહિટ ફિલ્મ આવારાનું થિયેટર વર્ઝન તૈયાર કરવામાં આવશે. બંને દેશો વચ્ચે એમઓયુ હસ્તાક્ષર કરવામાં આવ્યો છે. ભારતીય સંસ્કૃતિક સંબંધ પરિષદ અને ચીન શંઘાઇ આંતરરાષ્ટ્રીય કલા મહોત્સવમાં આ બાબતને લઇને સમજુતી સઘાઇ છે. શંઘાઇમાં થયેલી સમજૂતી પ્રમાણે ભારત અને ચીન વર્ષ 2017-2018માં સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. ICCRના મહાનિદેશક અમરેન્દ્ર ખાટુઆ 17માં ચીન શંઘાઇ આતંરરાષ્ટ્રીય કલા મહોત્સવમાં ભાગ લેવા માટે શંઘાઇ ગયા હતા. ત્યાં જ આ સમજૂતી પર હસ્તાક્ષર થયા છે.

You might also like