ભારત-અમેરિકા વચ્ચે મોટો કરાર, બંને દેશો મળીને બનાવશે ટેરરિસ્ટ સ્ક્રીનિંગ સેન્ટર

નવી દિલ્હી: ભારત અને અમેરિકાએ આતંકવાદી ખતરાને જોતાં મોટું પગલું ભર્યું છે. હવે બંને દેશોએ એક મલ્ટી એજન્સી સેન્ટરના એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે જેના માધ્યમથી ભારત અમેરિકા સાથે વાતચીત કરશે. તેનાથી ભારતને આતંકવાદીઓની રિયલ ટાઇમ જાણકારી મળતી રહેશે.

ગૃહ સચિવ રાજીવ મહર્ષિ અને અમેરિકાના રાજદૂત રિચર્ડ વર્મા વચ્ચે આ એગ્રીમેન્ટ સાઇન થયો છે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે થોડા દિવસો બાદ અમેરિકા માટે રવાના થશે. આ ઉપરાંત જુલાઇના પ્રથમ સપ્તાહમાં ગૃહ મંત્રી રાજનાથ સિંહ પણ અમેરિકા જશે, જ્યાં રિયલ ટાઇમ ટેરરિસ્ટ સ્ક્રીનિંગ સેન્ટર વિશે વિસ્તૃત ચર્ચા થશે. આ સાથે જ આતંકવાદીઓની મોસ્ટ વોન્ટેડ લિસ્ટનું પણ આદાન પ્રદાન કરવામાં આવશે.

ભારતમાં જે આતંકવાદીની મોસ્ટ વોન્ટેડ યાદી છે તેની સાથે જોડાયેલા ડોજિયરને પણ મલ્ટી એજન્સી સ્ક્રીનિંગ સેન્ટરને આપવામાં આવશે. તેનાથી ભારતમાં તે તમામ આતંકવાદી પર લગાવ કસી શકાશે જે કોઇના કોઇ રૂપે બીજા દેશોમાં વસવાટ કરી રહ્યાં છે. ISIS અને આતંકવાદી ગતિવિધિઓને લઇને ભારતની ગુપ્તચર એજન્સી આઇબી અને રો, FBIની સાથે ટરરિસ્ટ સ્ક્રીનિંગ સેન્ટર બનાવશે.

કેવી રીતે કામ કરશે ટેરર સ્ક્રીનિંગ સેન્ટર-
1. રિયલ ટાઇમ આતંકવાદી કાવતરાની સૂચના મળશે.
2. ભારત અને અમેરિકા વચ્ચે મલ્ટી એજન્સી સેન્ટર વચ્ચે હથ્શે હોટલાઇન સંપર્ક.
3. હોટલાઇનના માધ્યમથી આતંકવાદીઓ અને તેમની ફડિંગ રોકવા માટે તાત્કાલિક જાણકારી આપવામાં આવશે.
4. મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની યાદી, તેના સંબંધિત ડોજિયરની સમગ્ર જાણકારી શેર કરવામાં આવશે.
5. બંને દેશોની એજન્સીઓ આઇએસઆઇએસની ગતિવિધિઓ પર નજર રાખશે.
6. ભારત-અમેરિકાની સાથે સામેલ થઇને હવે 30 દેશોના તે પૂલમાં સામેલ થઇ જશે જે પહેલાંથી જ આતંકવાદીઓની ગતિવિધિઓને લઇને રિયલ ટાઇમ જાણકારી શેર કરે છે.

આર્થિક આતંકવાદ પર પણ થશે કાર્યવાહી
ગૃહ મંત્રાલયના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ એગ્રીમેન્ટમાં તે તમામ વસ્તુઓને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે જે ભારત વિરૂદ્ધ આર્થિક આતંકવાદ ફેલાવવાનો પ્રયત્ન કોઇ દેશના માધ્યમથી થાય છે અને તેમાં નકલી નોટનો એક મોટો ભાગ ભારતમાં આવે છે, તો શું કાર્યવાહી થશે. જાણકારી અનુસાર લગભગ 400 કરોડ રૂપિયાની નકલી નોટ ભારત અત્યારે ઉપલબ્ધ છે. ભારત તે દેશો વિરૂદ્ધ આકરા પગલાં ભરવા માટે અમેરિકા સાથે સંપર્ક કરી રહ્યું છે જે દેશ નકલી નોટ સ્પલાઇ કરે છે. તે દેશોની સ્યાહી ઓળખ્યા બાદ તેમની સ્યાહી સપ્લાઇ બંધ કરી શકાય.

You might also like