માંધાતા ગણાતા દેશોને પછાડી ભારત વિશ્વનાં 10 ધનાઢ્ય દેશોમાં આવ્યું

નવી દિલ્હી : દુનિયાનાં દસ સૌથી અમીર દેશોમાં ભારતની ગણત્રી થવા લાગી છે. હવે તે દિસવો ગયા જ્યારે ભારત મદારીઓ અને સાધુઓનો દેશ ગણાતો હતો. એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારત 5200 બિલિયન અમેરિકન ડોલરનો દેશ છે ભારત, પરંતુ અહીનાં લોકો તેમ છતા પણ ગરીબ છે. ભારતની માથાદીઠ આવકનું પ્રમાણ ઘણું નીચું છે. ન્યૂવર્લ્ડ વેલ્થનાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આગામી 15 વર્ષ ભારતનાં રહેશે અને આ 15 વર્ષોમાં ભારત રોકેટ ગતિએ આગળ વધશે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગત્ત 15 વર્ષો સુધી ચીન સૌથી ઝડપી ગતીએ આગળ વધી રહેલી અર્થવ્યવસ્થા હતી. તો વર્ષ 2000-2015માં ઓસ્ટ્રેલિયા અને ભારતે ઝડપી વૃદ્ધીદર પ્રાપ્ત કર્યો છે. એટલે સુધી કે ભારતે આ રેસમાં ઇટાલીને પણ પછાડી દીધું હતું. રિપોર્ટમાં તે પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી કે આગામી સમયમાં ઓસ્ટ્રેલિયા અને કેનેડા તથા ઇટાલીને પાછળ છોડી દેશે. દુનિયાનાં દસ સૌથી અમીર દેશોની યાદીમાં અમેરિકા પહેલા નંબર પર આવ્યું છે.

દેશોની નેટ વર્થ (તમામ વર્થ બિલિયન ડોલરમાં)
1. અમેરિકા – 48700
2. ચીન – 17300
3. જાપાન – 15200
4.જર્મની – 9400
5. ઇંગ્લેન્ડ – 9200
6.ફ્રાંસ – 7600
7. ભારત – 5200
8. ઇટાલી – 5000
9.કેનેડા – 4800
10.ઓસ્ટ્રેલિયા – 4500

You might also like