આજે તાજ એક્સપ્રેસ વે પર વાયુસેનાના લડાકુ વિમાન ગરજશે, યુદ્ધ સમયે કામ આવે તેવી કળા

વાયુસેના ભવિષ્યના પડકારોને ધ્યાનમાં રાખી આજે હાઈવે પર ઉડાનનો અભ્યાસ કરશે. જો કે આવું પહેલી વાર બની રહ્યું છે કે, ઉન્નાવ પાસેના બાંગરમઉ હાઈવે પર 17 વિમાન હાઈવે પર ટચ ડાઉન કરશે.

લખનઉથી માત્ર 70 કિમી દૂર લખનઉ આગ્રા એક્સપ્રેસ હાઈવે પર આજે વાયુસેનાના વિમાન ગરજશે. જો કે આ હાઈવે પર 17 વિમાન એકસાથે હાઈવે ટચ કરશે. જ્યારે આ એક્સપ્રેસ હાઈવે બની રહ્યો હતો ત્યારે જ વાયુસેનાની વિનંતી પર 4 કિમીનો પેચ રન વેની જેમ ટેકનિકલ રીતે આ હાઈવેને મજબૂત બનાવવામાં આવ્યો હતો.

દેશમાં પહેલી વાર આવો પ્રયોગ 2015માં મથુરા પાસેના યમુના એક્સપ્રેસ હાઈવે પર કરવામાં આવ્યો હતો, જ્યારે વાયુસેનાના લડાકુ વિમાન કોઈ હાઈવે પર ટચ થયા હતા. બીજી વાર આવો પ્રયોગ લખનઉ પાસેના હાઈવે પર કરવામાં આવ્યો હતો,જ્યાં પ્રયોગ સફળ થયો હતો. જો યુદ્ધ દરમ્યાન એરબેસ ખરાબ થઈ જાય તો આવા સમયે હાઈવેનો સારી રીતે ઉપયોગ કરી શકાય છે.

વિશ્વના ઘણા દેશોમાં આ પ્રકારના હાઈવે અને એક્સપ્રેસ હાઈવે બનાવવામાં આવ્યા છે, જ્યાં વિમાનને પણ ઉતારી શકાય. આ દેશોમાં પાડોશી દેશ પાકિસ્તાન, જર્મની, સ્વીડન, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને તાઈવાન સામેલ છે.

મંગળવારે સવારે 10 વાગ્યે અમેરિકાથી સ્પેશિયલ ઑપરેશન માટે લાવવામાં આવેલ 130ના લેન્ડિંગના અભ્યાસની શરૂઆત થશે. આ વિમાનમાંથી જ ગરુડ કમાન્ડો બહાર નીકળીને પોતાના કરતબ બતાવશે. વાયુસેનાના લડાકુ વિમાન હાઈવે ટચ કરશે અને ફોર્મેશનમાં ઉડીને હવાઈ કરતબ પણ બતાવશે.

You might also like