ભારતના પાકિસ્તાનને આકરાં શબ્દો, હવે ફક્ત આતંકવાદ પર જ વાત

નવી દિલ્હી: ભારતે પાકિસ્તાનને ફરી એક વખત સ્પષ્ટ કહી દીધું છે કે હવે ફક્ત આતંકવાદ પર જ વાતચીત થશે. એ સિવાય અમનો કંઇ મંજૂર નથી.

ભારતના વિદેશ સચિવ એસ જયશંકરે બુધવાર રાતે પોતના પાકિસ્તાની સમકક્ષને ચિઠ્ઠી લખીને આ વાત જણાવી હતી. આ ચિઠ્ઠી બંને દેશોના વિદેશ સચીવની મુલાકાત પછી મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે.

એસ જયશંકરે સ્પષ્ટપણે કહી દીધું છે કે પહેલા સીમા પાર આતંકવાદ પર લગામ લગાવો. જયશંકરે એને રીજનલ સિક્યોરિટી માટે જોખમ પણ કહ્યું. આ ચિઠ્ઠી પાકિસ્તાન ફોરેન સેક્રેટરી એજાજ અહમદને સોંપવામાં આવી. આ પત્રમાં પીઓકેને પણ વાર્તામાં સમાવેશ કરવામાં કહેવામાં આવ્યું છે.

You might also like