પાકિસ્તાનની તુલનાએ ભારત ઘણી મજબુત ટીમ છે : આફ્રીદી

લંડન : પાકિસ્તાની ઓલરાઉન્ડર શાહિદ આફ્રીદીએ કહ્યું કે રવિવારે ચેમ્પિયન ટ્રોફીમાં ભારત વિરુદ્ધ યોજાનાર રસપ્રદ મેચમાં વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમ પાકિસ્તાનની તુલનાએ સારી છે. આફ્રીદીએ આઇસીસી માટે લખેલી પોતાની કોલમમાં કહ્યું કે, જનુની પાકિસ્તાની સમર્થક તરીકે હું ઇચ્છીશ કે મારી ટીમ કોઇ પણ ટીમની સામે ન હારે, ખાસ કરીને ભારતની સામે તો નહી જ. તેમણે કહ્યું કે જો કે હાલની પરિસ્થિતી અને ભારતીય ટીમ પર નજર કરીએ તો તે વધારે મજબુત છે.

અફ્રીદીએ કહ્યું કે, પાકિસ્તાની બોલરને ભારતની મજબુત બેટિંગ એકમની વિરુદ્ધ પોતાનું ઉચ્ચ પ્રદર્શન કરવું પડશે. તેમણે કહ્યું કે, કોહલીની આગેવાનીમાં ભારતીય બેટ્સમેનોનો લાઇનઅપ ઘણો મજબુત છે જે કોઇ પણ દિવસ કોઇ પણ બોલિંગ આક્રમણનીની ધજ્જીયા ઉડાવી શકે છે. અફ્રીદીએ કહ્યું કે, કોહલી ઉચ્ચ ક્રમનાં બેટ્સમેન તરીકે કાબિલિયત તમામ લોકો જાણે છે અને તેમણે વનડે ફોર્મેટમાં કેટલીક યાદગાર રમત દેખાડી છે.

આફ્રીદીએ કહ્યું કે મને 2012 એશિયા કપમાં અમારી વિરુદ્ધ તેનું જાનદાર સદી યાદ છે જ્યારે એડિલેટમાં આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2015ની મેચમાં તે સર્વશ્રેષ્ઠ રહ્યું હતું. અફ્રીદીએ કહ્યું કે, મારા માટે કોહલીને બોલિંગ કરવો હંમેશા જ એક પડકાર હતો અને પાકિસ્તાની બોલરોને તેમની વિરુદ્ધ પોતાની રમતમાં સર્વશ્રેષ્ઠ હશે.

You might also like