ધોની રમ્યો કેપ્ટન તરીકે પોતાની છેલ્લી મેચ, હારતા હારતા પણ જીતી ગયો સૌને

મુંબઈ: ભાતર એ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ પ્રેક્ટિસ મેચને ઇંગ્લેન્ડે 3 વિકેટે જીતી લીધી. આ મેચ ધોનીની કેપ્ટન તરીકેને અંતિમ મેચ હતી. આ મેચમાં ભારત-Aએ જીત માટે 305 રનનો પડકાર આપ્યો હતો. જેના આંબવા ઇંગ્લેન્ડની ટીમ તરફથી આક્રમક 93 રન તેમજ જેસન રોયના 62 રનની મદદથી 48.5 ઓવરમાં 7 વિકેટે 307 રન બનાવી મેળવી લીધો હતો. જોકે ધોનીની કેપ્ટન્સીની અંતિમ મેચ હતી તોપણ તે જીતાડી શક્યો નહતો.

ભારત તરફથી કુલદીપ યાદવે 5 વિકેટ ઝડપી હતી. તેણે તરખાટ મચાવતા 5 વિકેટ ઝડપી હતી, જેમાં તેણે જેસન રોય (62), એલેક્સ હાલેસ (40), જોસ બટલર (46) અને મોઇન અલી (0)ની વિકેટ ઝડપી હતી.

ભારતે ઇંગ્લેન્ડ સામે 304 રનનો સારો એવો સ્કોર સ્થાપ્યો હતો. ભારત તરફથી આ મેચમાં અંબાતી રાયડુએ 100 ફટકાર્યા હતા, જ્યારે કે ધોનીએ અણનમ 68 ફટકાર્યા હતા. શિખર ધવનના 67 અને યુવરાજ સિંહના 56 રનની મદદથી 50 ઓવરમાં 5 વિકેટે 304 રન બનાવ્યા હતા. આમ ભારતના તમામ બેસ્ટમેનોએ સારો ફોળો કર્યો હતો.

ધોનીએ પોતાની કેપ્ટનસીની અંતિમ મેચમાં માત્ર 40 બોલમાં 8 ફોર અને 2 સિક્સરની મદદથી આક્રમક અણનમ 68 રન બનાવ્યા હતા. જોકે અંતે ધોની ભારતને મેચ જીતાડવામાં નિષ્ફળ રહ્યો હતો.

You might also like