વિશ્વનાં સૌથી ધનિક દેશોમાં ભારત 8,230 અબજ ડોલરની સંપત્તિ સાથે છઠ્ઠા ક્રમે

ન્યૂ દિલ્હીઃ ન્યૂ વર્લ્ડ વેલ્થે વિશ્વનાં સૌથી ધનિક દેશોની યાદી બહારી પાડી છે. આ યાદીમાં ભારત છઠ્ઠા સ્થાને છે. ભારત પાસે કુલ મૂડી 8,230 અબજ ડોલર છે. અમેરિકાને આ યાદીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. અમેરિકા 2017 સુધીમાં 64,584 અબજ ડોલરની મૂડી સાથે અમેરિકા વિશ્વમાં સૌથી ધનિક દેશ છે.

જયારે 2,803 અબજ ડોલરની મૂડી સાથે ચીન બીજા ક્રમે છે અને જાપાન 19,522 અબજ ડોલરની મૂડી સાથે ત્રીજા સ્થાને છે. કુલ મૂડીનો અર્થ દેશ અથવા શહેરની બધી જ વ્યક્તિઓ પાસેની વ્યકિતગત મૂડી થાય છે. તેમાં બધા જ પ્રકારની અસ્કયામતોનો સમાવેશ થાય છે, જેમ કે મિલકત, રોકડ, ઈકિવટી, બિઝનેસમાં નફો વગેરેનો સમાવેશ થાય છે.

આ યાદીમાં યુકે 9919 અબજ ડોલરની મૂડી સાથે ચોથા ક્રમાંકે છે. 2017માં ભારતે વૈશ્વિક સ્તરે ખુબ જ સુંદર કામગીરી બજાવી છે. ભારતની મૂડી 2016માં 6,584 અબજ ડોલરથી વધી 2017માં 8,230 અબજ ડોલર થઈ છે જેમાં 25 ટકાનો વધારો નોંધાયો છે.

You might also like