સમાવેશી વિકાસ સૂચકાંકમાં ભારત પાકિસ્તાન કરતા પણ પાછળ

દાવોસ : વિશ્વ આર્થિક મંચ (ડબલ્યુએફ)નાં એક અહેવાલ અનુસાર સમાવેશી વિકાસ સૂચકાંકમાં ભારતને 60મું સ્થાન મળ્યું છે. આ સુચકાંકમાં ભારતનું પાડોશી ચીન તથા પાકિસ્તાન કરતા પણ નીચે પહોંચ્યું છે. આ સૂચકાંક 12 સંકેતકો પર આધારિત હોય છે. જેમાં 79 વિકાસશીલ દેશો પૈકી લિથુઆનિયા પહેલા સ્થાન પર છે. ત્યાર બાદ અબરબાઇજાન તથા હંગેરી ક્રમશ બીજા અને ત્રીજા સ્થાન પર છે. ભારતને આ સુચકાંકમાં 60માં સ્થાને રખાયું છે.

જો કે પાડોશી દેશ ચીન 15માં, નેપાળ 27માં, બાંગ્લાદેશ 36માં, પાકિસ્તાન 52માં સ્થાન પર છે. એટલે કે આ દેશોનાં પ્રદર્શન ભારત કરતા ઘણુ સારૂ છે. મંચની સમાવેશી વૃદ્ધી અને વિકાસ રિપોર્ટ 2017 સોમવારે બહાર પાડવામાં આવ્યો હતો.

આ યાદી અનુસાર મોટા ભાગનાં દેશો આર્થિક વૃદ્ધી મજબુત કરવા તથા અસામાન્ય ઘટાવવાના મહત્વપુર્ણ અવસરો ચુક્યું છે. એવું એટલા માટે કારણ કે નીતિ નિર્ધારક વર્ષો વર્ષોથી જે વૃદ્ધી મોડલ તથા ગણત્રી ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા છે તેમાં ફેરફારની જરૂર છે.

You might also like