ઇન્દ્રજિતના ૭૫ દિવસમાં છ ને વર્ષમાં ૫૦ ડોપ ટેસ્ટ

નવી દિલ્હીઃ ‘એ’ સેમ્પલ ફેલ રહ્યા બાદ ગોળાફેંક એથ્લીટ ઇન્દ્ર‌િજતસિંહ આજે નાડાની સમિતિ સમક્ષ પોતાની વાત રાખવા ઇચ્છે છે. હાલ તે ‘બી’ સેમ્પલ ખોલાવવાના મૂડમાં નથી. ‘બી’ સેમ્પલ પણ ફેલ થાય તો તેના પર ચાર વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે. નાડા ઇચ્છે છે કે તે જેમ બને તેમ જલદી ‘બી’ સેમ્પલ પોતાની સામે ખોલાવે. એ સેમ્પલની તપાસમાં સાત દિવસનો સમય લાગશે. આની સાથે જ એક વાત એવી જાહેર થઈ છે કે પાછલા ૭૫ દિવસમાં ઇન્દ્ર‌િજતના છ ડોપ ટેસ્ટ (૨૮ એપ્રિલ, ૨૬ મે, ૨૨ જૂન, ૨૮ જૂન, ૧૦ જુલાઈ, ૧૧ જુલાઈ) કરવામાં આવ્યા છે. સામાન્યતઃ આવું બનતું નથી. ઇન્દ્ર‌િજત હવે નાડાની સમિતિ સમક્ષ બાકીના ટેસ્ટનાં પરિણામ જાહેર કરવાની માગણી કરશે.

દરમિયાન ઇન્દ્ર‌િજતસિંહે કહ્યું, ”આની પાછળ કાવતરું છે. મારા સેમ્પલ સાથે છેડછાડ કરવામાં આવી છે, જે દુઃખદ છે. જ્યારે કોઈ ખેલાડીની કરિયર ખતમ કરવાની હોય છે ત્યારે આવી વસ્તુઓ બને છે. હું તપાસથી ક્યારેય પાછળ નહીં હટું. મેં હંમેશાં નાડા પર વિશ્વાસ મૂક્યો છે, પરંતુ જે કંઈ થયું એ ઘણું દુઃખદ છે. ગત વર્ષમાં મારા ૫૦ ડોપ ટેસ્ટ થઈ ચૂક્યા છે.”

You might also like