ઇંદર કુમારની પ્રાર્થના સભા, શ્રદ્ધાંજલિ આપવા ના આવ્યો સલમાન

મુંબઇ: જૂહુ સ્થિત ઇસ્કોન મંદિરમાં સોમવારે અભિનેતા ઇંદર કુમારની પ્રાર્થના સભા રાખવામાં આવી હતી. આ સભામાં રજા મુરાદ, રોનિત રોય, મુકેશ ઋષિ, સુનીલ પોલ અને પૂર્વ સસુર રાજૂ કરિયા સહિત કેટલીક સેલિબ્રિટી એમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચી હતી. જો કે આ દરમિયાન સલમાન ખાન, અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર્સ જોવા મળ્યા નહતા, જેમની સાથે ઇંદરએ સ્ક્રીન શેર કરી હતી.

http://sambhaavnews.com/entertainment/indra-kumar-death/

44 વર્ષના ઇંદરનું નિધન ગુરુવારે મોડી રાચે એમના મુંબઇ સ્થિત ફ્લેટમાં થયું હતું. એમનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે ઊંઘમાં જ થઇ ગયું હતું. ઇંદરે સીરિયલ ક્યોંકિ સાસ ભી કભી બહુ થી માં મિહિર વિરાનીનો રોલ નિભાવ્યો હતો.

2009માં એ સલમાન ખાનની સુપર હીટ ફિલ્મ ‘વોન્ટેડ’માં પણ જોવા મળ્યા હતા. સલમાન સાથે ઇંદરે વોન્ટેડ ઉપરાંત ‘તુમકો ના ભૂલ પાએંગે’ અને ‘કહીં પ્યાર ના હો જાયે’માં પણ કામ કર્યું હતું.

http://sambhaavnews.com/

You might also like