૧૫મી ઓગસ્ટે નવી દિલ્હીમાં જડબેસલાક ૧૦ સુરક્ષા ચક્ર

નવી દિલ્હી: સ્વતંત્ર દિન સમારોહ પ્રસંગે લાલ કિલ્લાની આસપાસ આતંકી હુમલાને નિષ્ફળ બનાવવા માટે આકાશથી પાતાળ સુધી ૧૦ સુરક્ષા ચક્ર ગોઠવવામાં આવ્યાં છે. અહીં તહેનાત સુરક્ષા દળો બેરેતા એસોલ્ટ રાઈફલ, હાઈટેક ગેઝેટ્સ, બોડી આર્મ્સ, હેલ્મેટ્સ અને દુરબીનથી સજ્જ રહેશે. ૧૫મી ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવશે અને ભાષણ આપશે. મોદી લાલ કિલ્લા પરથી ત્રીજી વખત ભાષણ આપશે. લાલ કિલ્લાની સુરક્ષા વ્યવસ્થા અનેક રીતે અભેદ્ય અને જડબેસલાક રહેશે.

એક વરિષ્ઠ સીઆઈએસએફ અધિકારીના જણાવ્યા પ્રમાણે ડોગ સ્કવોડ અને બોમ્બ ડિટેકશન ટીમની મદદથી આ વિસ્તારમાં રોજ એક ડઝન વખત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ક્વિક રિસ્પોન્સ ટીમ (ક્યુઆરટી) સતત ચક્કરો લગાવતી રહેશે. સોમવારથી લાલ કિલ્લો દિલ્હી પોલીસની પીએમ સિક્યોરિટી વિંગને હવાલે રહેશે. સીઆઈએસએફ તેમને મદદ કરી રહી છે.

સીઆઈએસએફના ૩૫૦થી ૪૦૦ વધુ જવાનો તહેનાત કરવામાં આવ્યાં છે. વીવીઆઈપી સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ વખતે :
(૧) લાલા કિલ્લાની આસપાસ ૪૪ બેરીકેડ્સ પર ટાયર કિલર તહેનાત રહેશે અને ખતરાને નિષ્ફળ બનાવશે.
(૨) ઊંચી ઈમારતો પર પ્રથમવાર એનએસજી દ્વારા ટ્રેન્ડ કરવામાં આવેલા ડ્રોન ડિટેક્ટર અને પેરાગ્લાઈડર હવાઈ સુરક્ષામાં તહેનાત રહેશે.
(૩) દિલ્હી પોલીસ અને અર્ધ લશ્કરી દળોનાં ૯,૦૦૦થી વધારે જવાનો લાલ કિલ્લાની આસપાસ અને એ માર્ગો પર તહેનાત રહેશે, જ્યાંથી પીએમ અને અન્ય વીઆઈપી લાલ કિલ્લા સુધી પહોંચશે.
(૪) લાલ કિલ્લાની આસપાસ મહત્ત્વનાં સ્થળોએ ૩૦૦થી વધુ શાર્પશૂટરો તહેનાત રહેશે.
(૫) એનએસજી, સ્વાેટ અને બીએસએફના કમાન્ડો કાર્યક્રમ સ્થળની આસપાસ ૫૦૦ મીટરના અંતરે તહેનાત.
(૬) લાલ કિલ્લાની આસપાસ ૩૦૦૦ વૃક્ષો પર સશસ્ત્ર જવાનો તહેનાત રહેશે.

You might also like