ના ગાળો- ના ગોળી, દરેક કાશ્મીરીઓને ગળે લગાવીને સમસ્યા ઉકેલીશું: PM મોદી

નવી દિલ્હી: દેશ આજે પોતાની આઝાદીની 70મો જન્મદિવસ મનાવી રહ્યું છે. પૂરા દેશમાં દેશભક્તિનો માહોલ બનેલો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચોથી વખત લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો છે. પીએમએ લાલ કિલ્લાથી દેશને સંબોધિત કર્યો.

લાલ કિલ્લાથી દેશને સંબોધિત કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે મેરે પ્યારે દેશવાસીઓ આઝાદીના પાવન પર્વ પર દેશવાસીઓને કોટિ કોટિ શુભેચ્છાઓ. આજે આખો દેશ આઝાદીના પર્વની સાથે જન્માષ્ટમીનો પણ તહેવાર મનાવી રહ્યો છે. મારી સામે બાળ કૃષ્ણા પણ બેઠા છે. સુદર્શન ચક્ર ધારી મોહનથી લઇને ચરખાધારી મોહન સુધી આપણી સાંસ્કૃતિક ઐતિહાસિક વિરાસતના આપણે બધા ધનવાન છે.

પીએમ મોદીએ કહ્યું કે પ્રાકૃતિક આપત્તિઓ કેટલીક વખત ખૂબ મોટો પડકાર છે. સારો વરસાદ દેશમાં સારા ફળ-ફૂલ માટે ખૂબ યોગદાન આપે છે. થોડાક દિવસો અગાઉ હોસ્પિટલમાં માસૂમ બાળકોનું મૃત્યુ થયું, આ સંકટ સમયમાં દરેક દેશવાસીઓ એક સાથે છે.

પીએમ મોદી બોલ્યા રે સપ્તાહની ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટના 75 વર્ષ પૂરા કર્યા, આ વર્ષ સાબરમતી આશ્રમની શતાબ્દી વર્ષ છે. આ વર્ષ લોકમાન્ય તિલકની આત્માના 125 વર્ષ છે. આપણે આઝાદીના 70 વર્ષ અને 2022માં આઝાદીના 75 વર્ષ, 1942 થી 1947થી દેશ સામૂહિક શક્તિનું પ્રદર્શન કર્યું જેના કારણે અંગ્રેજોએ ભારત છોડીને જવું પડ્યું.

મોદી બોલ્યા કે ન્યૂ ઇન્ડિયા જે સુરક્ષિત હોય, સમૃદ્ધ હોય, શક્તિશાળી હોય. જ્યાં દરેક લોકોને એક સરખો અવસર મળે, જ્યાં આધુનિક વિજ્ઞાનનો દબદબો હોય. સ્વતંત્રતા સંગ્રામ આપણી ભાવનાઓથી જોડાયેલો છે, આઝાદી દરમિયાન દરેક લોકા દેશની સેવા કરી રહ્યા હતા.

પીએમ મોદીએ કહ્યું કે આપણે બધાએ એ વાતને લઇને આગળ ચાલવું જોઇએ કે આવનારી 2018ની 1 જાન્યુઆરી સામાન્ય નહીં હોય. 21મી શતાબ્દીમાં જન્મેલા નૌજવાનો માટે આ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે યુવાઓ 18 વર્ષના થઇ ગયા છે. જે દેશને આગળ વધારશે.

પીએમ મોદીએ કહ્યું કે આઝાદ ભારતમાં દેશની સુરક્ષાની ચિંતા હોય છે. આપણી સેના સહિત દરેક સુરક્ષા એજન્સીઓએ દરેક સમયે પોતાનું કર્તબ દેખાડ્યું, બલિદાન કરવામાં પણ આપણે કોઇ દિવસ પાછળ રહ્યા નથી.

તેમણે વધુમાં કહ્યું કે આંતરિક સુરક્ષા આપણી પ્રાથમિક્તા છે, દરિયો હોય કે સરહદ હોય કે સ્પેસ આપણએ દરેક પ્રકારની સુરક્ષઆ કરવાની છે. ભારત એ કરવામાં સક્ષમ છે.

અમે ઓછા સમયમાં બેનામી સંપત્તિ પર કાર્યવાહી કરી. અત્યાર સુધી 800 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. જેનાથી લોકોને વિશ્વાસ મળ્યો છે. છેલ્લા 40 વર્ષથી વન રેંક વન પેન્શનની બાબત અટકી હતી. અમે આ સમસ્યાનો ઉકેલ લાવ્યા. જીએસટી પૂરી રીતે સફળ થયો છે.

એમણે કહ્યું કે નવી વ્યવસ્થાઓ જન્મ લે છે, આજે બમણી સ્પીડથી રસ્તાઓ બને છે. અત્યાર સુધી 14000 ગામમાં વીજળી પહોંચી ગઇ છે. 29 કરોડ લોકોના બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા છે. આજે 9 કરોડથી વધારે ખેડૂતો સોયલ હેલ્થ કાર્ડ બન્યા છે, 2.5 કરોડથી વધારે ગેસ ચૂલ્હા આપવામાં આવ્યા છે. પીએમએ કહ્યું કે 8 કરોડથી વધારે યુવાઓને લોન આપવામાં આવી છે.

મોદીએ કહ્યું કે સમય બદલાઇ ગયો છે, સરકાર જે કહે છે એ કરે છે. અમે નોકરીઓમાં ઇન્ટરવ્યૂ ખતમ કર્યા. ઘણી વ્યવસ્થાઓને બદલી છે.

આજે ભારતનીો છાપ વિશ્વમાં વધી રહી છે, આતંકવાદ વિરુદ્ધ લડાઇમાં પૂરી દુનિયા આપણી સાથે છે. આપણે વિશ્વ સાથે ખભાથી ખભા મળાવીને કામ કરી રહ્યા છીએ. કાશ્મીરમાં કોઇ પણ ઘટનાઓ બને છે, લોકો એકબીજાને ગાળો પણ આપે છે. પરંતુ આ દરેક સમસ્યા ગાળો કે ગોળીથી ઉકેલાશે નહીં આ સમસ્યા માત્ર દરેક કાશ્મીરીને ગળે લગાવવાથી જ ઉકેલ આવશે.

http://sambhaavnews.com/

You might also like