IND Vs BAN, પ્રથમ ટેસ્ટ, બીજો દિવસ: વિરાટની બેવડી સદી અને સાહાએ ફટકારી બીજી સદી, 687/6 રન પર ડિક્લેર

 

હૈદરાબાદ: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે રમત પૂરી થઈ છે. ભારતે 6 વિકેટ ગુમાવીને 687 રન બનાવ્યા હતા અને તેના જવાબમાં બાંગ્લાદેશે બીજા દિવસે 1 વિકેટ ગુમાવીને 41 રન બનાવી લીધા હતા.

વિરાટ કહોલીએ પોતાના ટેસ્ટ કેરિયરની ચોથી બેવડી સદી ફટકારી હતી. તેણે 204 રન બનાવ્યા હતા. તેને તૈજુલ ઇસ્લામે એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. તે વખતે ભારતનો સ્કોર 4 વિકેટ પર 495 રન હતો. વિરાટે 246 બોલનો સામનો કર્યો હતો. જેમાંથી તેણે 24 બોલને બાઉન્ડ્રી બાહાર કર્યા હતા. તેના આઉટ થયા બાદ ઋદ્ધિમાન સાહાએ 28 અને અશ્વિને 27 રન બનાવી ટીના સ્કોરને 5 વિકેટના નુકસાને 542/5 સુધી લઈ આવ્યા હતા.

વિરાટે સહેવાગના રેકોર્ડને પાછળ કરી દીધો છે. આ પહેલા બાંગ્લાદેશ વિરુદ્ધ એકમાત્ર ટેસ્ટમાં વિરાટ કહોલીએ વિરેન્દ્ર સહેવાગનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સહેવાગના નામે એક જ હોમ સીઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હતો. તેણે વર્ષ 2004-05ની હોમ સીઝનમાં 1105 રન બનાવ્યા હતા. વિરાટે આ આંકડાને પાર કરી લીધો છે.

બીજા દિવસે ભારતે સારી શરૂઆત કરી હતી. અંજિક્યા રહાણેએ પોતાનું ફોમ બતાવતા પોતાના ટેસ્ટ કેરિયરની 10મી હાફ સેન્ચુરી ફટકારી હતી. તેણે 82 રન ઉમેર્યા હતા. તેને તૈજુલ ઇસ્લામે મેહદી હસનના હાથે કેચ કરાવ્યો હતો. રહાણે અને વિરાટ વચ્ચે ચોથી વિકેટ માટે 222 રનની પાર્ટનરશિપ થઈ હતી, જે બાંગ્લાદેશ વિરુદ્ધ રેકોર્ડ છે.

You might also like