ઇન્ડીયાએ બીજી ટી-20માં 88 રને શ્રીલંકાને આપ્યો પરાજય, રોહિત શર્માની સદી

ઇન્દોર: ટીમ ઇન્ડીયા અને શ્રીલંકા વચ્ચેની આજની બીજી ટી-20 મેચમાં શ્રીલંકાને 88 રને હરાવી ટીમ ઈન્ડિયા 2-0થી આગળ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આજની મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડીયાએ પાંચ વિકેટ ગુમાવી 260 રનનો પડકાર શ્રીલંકાને આપ્યો હતો.

જેની સામે શ્રીલંકાએ 17.2 ઓવરમાં 9 વિકેટે 172 રન બનાવી ઓલઆઉટ થઇ ગયું હતું. પરંતુ આ મેચમાં એન્જેલો મેથ્યૂઝ ઘાયલ હોવાંથી બેટિંગ માટે આવી શક્યો ન હતો.

આજની આ બીજી ટી-20 મેચમાં ટીમ ઇન્ડીયાએ પ્રથમ બેટિંગ કરતા આક્રમક રમત રમતા 43 બોલમાં 118 રન કર્યા હતાં, લોકેશ રાહુલે 89 રન કર્યા તેમજ ધોનીનાં 28 રનથી કુલ 20 ઓવરમાં 5 વિકેટે ટીમ ઇન્ડીયાએ 260 રન બનાવ્યાં હતાં.

ઇન્ડીયા અને શ્રીલંકા વચ્ચે બીજી ટી-20 મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્માએ 35 બોલમાં સદી ફટકારી હતી. રોહિતે પોતાની ઇનિંગ દરમિયાન 12 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતાં. રોહિત શર્માએ આક્રમક બેટિંગ કરતા સૌથી ઝડપી સદીનાં ડેવિડ મિલરની બરાબરી કરી લીધી છે.

ઉલ્લેખનીય છે કે, ઇન્ડીયા ત્રણ મેચોની ટી-20 સીરીઝમાં 1-0થી આગળ છે, જેને લઇ ટીમ ઇન્ડીયા જીત સાથે સીરીઝ પર કબ્જો મેળવવા પ્રયાસ કરશે. જ્યારે લંકા પલટવાર સાથે આ મેચમાં ટકી રહેવા પ્રયત્ન કરશે. ઇન્ડીયાએ પ્રથમ ટી-20 મેચમાં 93 રને શાનદાર વિજય મેળવ્યો હતો. હવે આ સીરીઝ બાદ ઇન્ડીયાનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ છે.

You might also like