જીએસટી જુલાઈથી લાગુ થવાની વધતી સંભાવના

નવી દિલ્હી: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં કરદાતાઓ પરના અધિકાર ક્ષેત્રને લઇને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ઊભા થયેલા વિવાદના કારણે એપ્રિલથી અમલી બનાવવાનો નિર્ણય કરનાર સરકાર હવે તેમાં પાછી પાની કરી શકે છે. ઉલ્લેખનીય છે કે કેરળ, પશ્ચિમ બંગાળ સહિત કેટલાંક રાજ્યો વેપારી કરદાતાઓ પરનાં અધિકાર ક્ષેત્રને લઇને વિરોધ કરી રહ્યા છે તો બીજી બાજુ ઉદ્યોગ જગતે પણ એપ્રિલથી જો અમલવારી થાય તો ટૂંકા ગાળા માટે મુશ્કેલરૂપ બની શકે છે. આવા સંજોગોમાં જીએસટીને લાગુ કરવા વધુ સમયથી માગ કરી રહ્યા છે.

કઇ કોમોડિટી કયા ટેક્સ સ્લેબમાં આવશે તે યાદીને કાઉન્સિલ આખરી ઓપ આપી રહ્યું છે. ત્યાર બાદ જીએસટી કાઉન્સિલમાં પસાર કરવામાં આવશે. વેપારી કરદાતા પરના અધિકારનો પ્રશ્ન હજુ ઊભો છે. એસજીએસટી અને આઇજીએસટી કાયદામાં સુધારા વધારા પેન્ડિંગ છે. આ જોતાં એપ્રિલથી જીએસટી લાગુ થાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે. ફેબ્રુઆરીમાં બજેટ સેશનમાં સીજીએસટી અને આઇજીએસટી બિલ પસાર કરવું પડશે.

એટલું જ નહીં દેશનાં રાજ્યોમાં આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે ઓછામાં ઓછો ત્રણથી ચાર મહિનાનો સમય લાગી શકે છે, જેથી આગામી એપ્રિલ ૨૦૧૭થીના બદલે જુલાઇ ૨૦૧૭થી અમલી બને તેવી શક્યતાઓ વધી ગઇ છે.

home

You might also like