જ્વેલરીની ઓનલાઈન ખરીદીનું આકર્ષણ વધ્યું

અમદાવાદ: એક બાજુ સોના અને ચાંદીના ભાવ ઊંચા છે તો બીજી બાજુ જ્વેલરીના ઊંચા ભાવ સહિત અન્ય પરિબળોના કારણે સ્થાનિક રિટેલ જ્વેલર્સનો કારોબાર ઘટી ગયો છે. આવા સંજોગોમાં ઇ-કોમર્સ કંપનીઓએ રિટેલ ગ્રાહકોને આકર્ષવા ઓછા ભાવની સોના-ચાંદીની જ્વેલરી મૂકી છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે આ પ્રકારની જ્વેલરીના વેચાણને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

દેશમાં ઇ-કોમર્સ કંપનીઓનો કારોબાર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. રેડીમેડ ગાર્મેન્ટ, ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓનું વેચાણ ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા મોટા પ્રમાણમાં થાય છે, પરંતુ પાછલા કેટલાક સમયથી જ્વેલરી સેગ્મેન્ટમાં પણ ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા કારોબાર મોટા પ્રમાણમાં વધી રહ્યો છે.

ઓનલાઇન જ્વેલરી ખરીદી માટે ગ્રાહકોને આકર્ષવા ઓછી કિંમતની જ્વેલરી ઓનલાઇન વેચાણમાં મૂકી છે, એટલું જ નહીં ડાયમંડની જ્વેલરીના વેચાણ માટે કંપનીઓ દ્વારા ૨૫ થી ૩૦ ટકા જેટલું ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.

સ્થાનિક જ્વેલર્સ એસોસિયેશનના કહેવા પ્રમાણે ગ્રાહકો ઓનલાઇન જ્વેલરીની ખરીદી તરફ ધીમે ધીમે વળ્યા છે તેના કારણે સ્થાનિક રિટેલ જ્વેલરીના કારોબારને અસર પહોંચી છે.

You might also like