રેલવે દ્વારા તત્કાલ ટિકિટના ચાર્જમાં વધારો

નવી દિલ્હી : પેસેન્જર રેવન્યૂ વસૂલાતને વધારી દેવાના હેતુસર રેલવે દ્વારા તત્કાલ ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો છે. આની સાથે જ રેલવે યાત્રીઓ પર વધારે બોજ ઝીંકી દેવામાં આવ્યો છે. યાત્રી ભાડામાં વધારાની સીધી અસર સામાન્ય લોકો ઉપર થશે. ખાસ કરીને વારંવાર યાત્રા કરતા લોકો ઉપર સૌથી વધારે અસર થશે. રેલવે દ્વારા છેલ્લા કેટલાક સમયથી યાત્રી સુવિધાઓને વધારવા માટે વિવિધ પગલાં લેવાઈ રહ્યા છે. આ દિશામાં હવે નવી પહેલ કરવામાં આવી છે.

રેલવે દ્વારા ફરી એકવાર યાત્રી ભાડામાં વધારો ઝીંકી દીધો છે. રેલવે દ્વારા તત્કાલ ટિકિટની કિંમતમાં વધારો કરી દીધો છે. સ્લીપર ક્લાસ માટે તત્કાલ ટિકિટના બુકિંગ માટે રેલવે યાત્રીઓને હવે રૂપિયા ૧૭૫ના બદલે વધારાના ૨૦૦ રૂપિયા ચુકવવા પડશે. નવા ભાડા આવતીકાલથી એટલે કે ૨૫મી ડિસેમ્બરના દિવસે અમલી કરવામાં આવનાર છે. રેલવેએ કહ્યુ છે કે રેલવે યાત્રી મારફતે થતી આવકને વધારી દેવાનો નિર્ણય કર્યો છે.

રેલવે દ્વારા જારી કરવામાં આવેલી માહિતી મુજબ એસીની તત્કાલ ટિકિટના ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે. થર્ડ એસીના ભાડામાં મહત્તમ ૪૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ અગાઉ તે ૩૫૦ રૂપિયા હતુ. આ ઉપરાંત પણ લઘુતમ ભાડુ રૂપિયા ૨૫૦ના બદલે વધારીને ૩૦૦ રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્લીપર ક્લાસમાં તત્કાલ ટિકિટ બુક કરવા માટે લઘુતમ ૯૦ રૂપિયા વધારે લેવામાં આવતા હતા જેના વધારીને હવે ૧૦૦ રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

લઘુત્તમ અને મહત્તમ ચાર્જ અંતરના આધાર પર નક્કી કરવામાં આવે છે. ખાસ કરીને એસી ક્લાસમાં મુસાફરી કરનાર રેલવે યાત્રીઓને મોટો ફટકો પડ્યો છે. જ્યારે સેકન્ડ ક્લાસના ટિકિટમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. એસી ટુના યાત્રીઓને હવે લઘુતમ ૩૦૦ રૂપિયાના બદલે ૪૦૦ રૂપિયા આપવા પડશે. જ્યારે મહત્તમ ૪૦૦ રૂપિયાના બદલે ૫૦૦ રૂપિયા ખર્ચ કરવા પડશે. એકઝેક્યૂટિવ શ્રેણીમાં લઘુતમ ભાડામાં પણ ફેરફાર કરવામા આવ્યા છે.

રેલવે યાત્રીઓના ભાડામાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યા બાદ રેલવે યાત્રા વધારે મોંઘી બની શકે છે. રેલવે દ્વારા તત્કાલ ટિકિટની કિંમત વધારી દેવામાં આવ્યા બાદ આનો વિરોદ થાય તેવી શક્યતા છે. સેકન્ડ ક્લાસની ટિકિટમાં કોઇ ફેરફાર કરવામાં નહીં આવતા આંશિક રાહત થઇ છે. સેકન્ડ ક્લાસ સીટિંગ માટે તત્કાલ બુકિંગ યથાવત રહેશે. આના ભાડા અંતર ઉપર આધારિત ક્રમશઃ લઘુત્તમ અને મહત્તમ તરીકે રૂપિયા ૧૦ અને રૂપિયા ૧૫ રહેશે.

નવા તત્કાલ ચાર્જનો ચાર્ટ
* સ્લીપર ક્લાસના તત્કાલ ટિકિટ બુકિંગ માટે હવે ૧૭૫ રૂપિયા વધારાના ચુકવવાના બદલે ૨૦૦ રૂપિયા ચુકવવા પડશે
* થર્ડ એસીના ભાડાના મહત્તમ ૪૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. આ અગાઉ ચાર્જ ૩૫૦ રૂપિયા હતો
* થર્ડ એસીના લઘુત્તમ ભાડાને ૨૫૦થી વધારીને ૩૦૦ રૂપિયા કરવાનો નિર્ણય
* સ્લીપર ક્લાસના તત્કાલ ટિકિટના બુકિંગ માટે ૯૦ રૂપિયા લઘુત્તમ લેવામાં આવતા હતા જેને વધારીને હવે ૧૦૦ કરાયા
* લઘુત્તમ અને મહત્તમ ચાર્જ અંતરના આધાર પર નક્કી કરવામાં આવે છે
* એસી ક્લાસમાં મુસાફરી કરનારને વધારે મોટો ફટકો
* સેકન્ડ ક્લાસના ટિકિટમાં કોઇ ફેરફાર કરવામાં ન આવ્યો
* એસી-૨ના યાત્રીઓને હવે લઘુત્તમ ૩૦૦ રૂપિયાની જગ્યાએ ૪૦૦ રૂપિયા આપવા પડશે. આવી જ રીતે મહત્તમ ૪૦૦ રૂપિયાની જગ્યાએ ૫૦૦ રૂપિયા ખર્ચ કરવા પડશે
* એક્ઝિક્યુટીવ ક્લાસમાં લઘુત્તમ તત્કાલ ચાર્જ રૂ. ૩૦૦થી વધારીને રૂ.૪૦૦, જ્યારે મહત્તમ ચાર્જ રૂ.૪૦૦થી વધારીને રૂ.૫૦૦ કરાયો

You might also like